– દર્પણ પટેલને રાજપીપળા કોર્ટમાં હાજર કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા : પોલીસે તેનું લેપટોપ કબ્જે કરી સહી અને ફિંગરપ્રિન્ટ ના નમૂના લઈ તપાસ શરૂ કરી
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા જિલ્લામાં RTE માં પ્રવેશ માટે આવકના બોગસ દાખલા બાબતે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં પહેલા ભદામ તલાટી અને બાદમાં ચિત્રાવાડી ના તલાટીએ ફરિયાદ નોંધાવી જેમાં ખોટા દાખલા કઢાવનાર વાલીઓ અને દાખલા કાઢનાર મુખ્ય સૂત્રધાર દર્પણ પટેલ સહિત કુલ 9 લોકો સામે ફરિયાદો નોંધાઈ હતી. રાજપીપળા ટાઉન પોલીસ મુખ્ય સૂત્રધાર દર્પણ પટેલ ની શોધખોળ કરતા એક કેસના આગોતરા જામીન હાઇકોર્ટ માંથી લઈ ને રાજપીપળા પોલીસ સ્ટેશનમાં હાજર થયો. પોલીસે બીજા ચિત્રાવાડી તલાટી એ કરેલ કેશમાં દર્પણ પટેલ ની ધરપકડ કરી તેને રાજપીપળા કોર્ટમાં હાજર કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.પોલીસે તેના ફિંગર પ્રિન્ટ, સહી ના નમૂના લઈ ને જે લેપટોપ માંથી દાખલા કાઢ્યા હોય તે લેપટોપ જપ્ત કરી ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા છે.
ખોટા આવકના દાખલા કૌભાંડ આચરનાર દર્પણ પટેલ 40 દિવસ બાદ પોલીસ શરણે આવતા પોલીસે હવે ઝીણવટ ભરી તપાસ ચાલુ કરી છે. અને આ ત્રણ દિવસના રિમાન્ડ માં કેટલા ખોટા દાખલા કાઢ્યા આ સાથે કેટલા ખોટા ડોક્યુમનેટ બનાવ્યા સહિત અન્ય કેટલી યોજનાઓ નો તેને બીજાના નામે લાભ લીધો આ બધી તપાસ રાજપીપળા પોલીસ સ્ટેશન તપાસ અધિકારી પી.આઈ વી.કે.ગઢવી કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે.કે છેલ્લા 40 દિવસ ભૂગર્ભ માં રહેનાર દર્પણ પટેલ વિરુદ્ધ એક બાદ એક. એમ બે ફરિયાદો નોંધાઈ આ સાથે વિધવાઓ ને મળતી સહાય માં પણ જીવીત મહિલાઓ ના પતિ ને મૃત બતાવી તેમની સહાય લેતા હોવાની હકીકતો બહાર આવી હતી ત્યારે આ તમામ બાબતે કેટલી સચ્ચાઈ છે અને હજુ જેટલા કૌંભાંડ છે જે બાબતે પોલીસે હાલ તપાસ હાથધરી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is