(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ડેડીયાપાડાના કણજી ખાલ ફળીયા નજીક કુલ કિ.રૂ ૭,૦૪,૯૦૦ નો ઈંગ્લીશ દારૂ એલ.સી.બી નર્મદા પોલીસે ઝડપી પાડી બે આરોપી ઓ ની ધરપકડ કરી છે.
એલસીબી નર્મદા પોલીસને મળેલ બાતમીને આધારે આધારે ડુમખલથી કણજી ખાલ ફળીયા બાજુ જતી એક બોલેરો ગાડીમાં પ્રોહી અંગેનો મુદ્દામાલ ભરેલ છે જે બોલેરો ગાડી ને ઉભી રાખી ચેક કરતા બોલેરો ગાડી માથી કુલ કિ.રૂ.૦૩,૦૨,૪૦૦ ના પ્રોહી.મુદ્દામાલ તથા બે મોબાઈલ તથા એક બોલેરો ગાડી સાથે એલ.સી.બી નર્મદા ટીમે ઝડપી પાડેલ છે.પકડાયેલ મુદામાલમાં (૧) રોયલ બ્લ્યુ મલ્ટ વિસ્કી ૧૮૦ મીલી ના ક્વાટરીય નંગ-૭૬૮ (૨) કિંગ ફિશર એક્સ્ટ્રા સ્ટ્રોગ બિયર ૫૦૦ મીલી નંગ-૯૩૬ ઝડપી પાડેલ છે.જયારે (૧) જીતેન્દ્રભાઈ માનસીગભાઈ વસાવે ઉ.વ ૨૮ રહે.બગદરી તા.અક્કલકુવા જી.નંદુરબાર (૨) સંદિપભાઈ સુરતાભાઈ વસાવે ઉ.વ ૨૯ રહે.સેનવાઈ પાડા તા.અક્કલકુવા જી.નંદુરબારને પોલીસે ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરેલ છે જયારે અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરેલ છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is