– શાળાઓ દ્વારા યોગ્ય ખુલાસો નહીં આપવામાં આવે તો દંડનીય કાર્યવાહી કરાશે : સ્વાતિબા રાઓલ
ભરૂચ,
ભરૂચ જીલ્લા શિક્ષણાધિકારીએ શહેરમાં આવેલી બે શાળાઓને નોટિસ ફટકારી ખુલાસો માંગતા શિક્ષણ આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
નવા શૈક્ષણિક ક્ષેત્રની શરૂઆત સાથે જ ભરૂચમાં આવેલી કેટલીક શાળાઓ વાલીઓને ચોક્કસ સ્થળોએથી જ પાઠ્યપુસ્તક યુનિફોર્મ સહિત સ્ટેશનરીનો સામાન ખરીદવા દબાણ કરતી હોવાની સામાજિક કાર્યકર યોગી પટેલ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરવામાં આવી હતી.જે બાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ શાળાઓને પરિપત્ર પાઠવી કોઈ ચોક્કસ સ્થળોએથી સ્ટેશનરીનો સામાન ખરીદવા દબાણ ન કરવા સૂચના આપી હતી. જો કે આ બાદ પણ કેટલીક શાળાઓ મનમાની કરી રહી હોવાનું શિક્ષણ વિભાગના ધ્યાન આવ્યું હતું.જેના આધારે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલ દ્વારા શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સંસ્કાર ભારતી સ્કૂલ અને એમીકસ ઈન્ટરનેશનલ સ્કુલને નોટિસ પાઠવવામાં આવી છે.આ બંને શાળાઓ તેમની શાળાના નામ અને લોગો વાળી બુકનું પૈસા લઈ વેચાણ કરતા હતા જે બદલ બંને શાળાઓને શિક્ષણાધિકારીએ નોટિસ પાઠવી ખુલાસો રજૂ કરવા સૂચના આપી છે.જો ખુલાસામાં યોગ્ય કારણ નહીં આપવામાં આવે તો ૧૦ થી ૨૫ હજાર સુધીની દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જીલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલ જણાવ્યું હતું.
શિક્ષણ વિભાગે બે શાળાઓને નોટિસ પાઠવતા શિક્ષણ આલમમાં પામ્યો છે ત્યારે શાળા સંચાલકોનો ખુલાસો પણ સામે આવ્યો છે.આ અંગે સંસ્કાર ભારતી વિદ્યાલયના એડમિનિસ્ટ્રેટર શર્મિલા દાસે જણાવ્યું હતું કે તેઓની શાળા દ્વારા કોઈપણ વાલીઓને લોગો વાળી નોટબુક ખરીદવા દબાણ કરવામાં આવતું નથી.લોગો વગરની નોટબુકના ઉપયોગ માટે પણ તેઓ મંજૂરી આપે જ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચમાં ચાલતી વિવિધ શાળાઓ દ્વારા આ પ્રકારનું વલણ આપવતી હોવાથી શિક્ષણ વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથધરે તે જરૂરી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is