આજે શુક્રવારે સવારે મુંબઈથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેકઓફ કર્યા પછી મુંબઈમાં પાછી લેન્ડ કરવામાં આવી હતી. આનાથી મુસાફરો અને ઉડ્ડયન ક્ષેત્રમાં ગભરાટ ફેલાયો હતો. આ ફ્લાઇટ છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લંડન-હીથ્રો જતી હતી. ફ્લાઇટમાં ટેકઓફ પછી થોડીવારમાં જ પરત ફરી હતી. પરત ફર્યના થોડા જ સમયમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે મધ્ય પૂર્વમાં એરસ્પેસ બંધ થવાને કારણે આ ફ્લાઇટને મુંબઈ પાછી લાવવામાં આવી હતી. આ ઘટના અમદાવાદમાં થયેલા ભયાનક એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના એક દિવસ પછી બની હતી, જેમાં 241 મુસાફરો અને ક્રૂ સભ્યોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. શરૂઆતમાં, ટેકનિકલ સમસ્યાના સમાચારથી થોડા સમય માટે ગભરાટ ફેલાયો હતો.
મધ્ય પૂર્વમાં પહોંચ્યા પછી મુંબઈ પાછી આવી હતી
અહેવાલ મુજબ, આ ફ્લાઇટ મધ્ય પૂર્વમાં પહોંચ્યા પછી મુંબઈ પાછી આવી હતી. શુક્રવારે વહેલી સવારે ઇઝરાયલે ઇરાન પર ભીષણ હુમલો કર્યો છે. આ કારણે મધ્ય પૂર્વમાં એરસ્પેસ બંધ છે. પરત ફરતી વખતે, લાંબા સમય સુધી મુંબઈ એરપોર્ટની આસપાસ ફર્યા પછી વિમાનને મુંબઈમાં પાછું લેન્ડ કરવામાં આવ્યું હતું. શુક્રવારે સવારે મુંબઈથી લંડન જવા માટે ફ્લાઇટે ઉડાન ભરી હતી. ઈરાન, તેહરાન અને સીરિયાનું એરસ્પેસ સંપૂર્ણપણે બંધ છે. ઈરાનના એરસ્પેસ નજીક પહોંચ્યા પછી આ વિમાન મુંબઈ પાછું આવ્યું.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is