best news portal development company in india

ઈરાન પર ઇઝરાયલના હુમલાને પગલે એર ઇન્ડિયાએ અનેક ફ્લાઇટ કરી ડાઈવર્ટ

SHARE:

મધ્યપૂર્વના દેશોમાં વધુ એક યુદ્ધ છંછેડાઈ જવાની આશંકાઓ વધી ગઈ છે. ગુરુવારે મોડી રાત્રે ઇઝરાયલે ઈરાન વિરુદ્ધ એક મોટું લશ્કરી ઓપરેશન ‘રાઇઝિંગ લાયન’ શરુ કરતાં ઈરાનની રાજધાની તહેરાનમાં હુમલો કરતાં ઠેર ઠેર બ્લાસ્ટના અવાજો સંભળાયા હતા. ઇઝરાયલે આ હુમલાની પુષ્ટિ કરતાં કહ્યું કે અમે ઈરાનમાં પરમાણુ અને સૈન્ય મથકોને નિશાન બનાવીને હુમલા કર્યા છે. ઉલ્લેખનીય છે કે આ હવાઈ હુમલા એવા સમયે કરવામાં આવ્યા છે જ્યારે ઈરાન ખુદ પરમાણુ બોમ્બ બનાવવાની નજીક પહોંચી ગયું છે.

ઇઝરાયલના આ હુમલાનો ઈરાન પણ આપી શકે છે જડબાતોડ જવાબ 

એવામાં ઈરાન પણ હવે ઇઝરાયલના આ હુમલાનો જડબાતોડ જવાબ આપી શકે છે. તેને ધ્યાનમાં રાખીને ઇઝરાયલમાં ઈમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે અને શાળાઓ અને ઑફિસો બંધ રાખવા કહેવાયું છે. આવી સ્થિતિમાં એર ઇન્ડિયાએ ઈરાનની પરિસ્થિતિ અને ત્યારબાદ તેના હવાઈ ક્ષેત્ર બંધ થવાને કારણે, નીચેની ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી રહી છે અથવા તેમના મૂળ સ્થાન પર પાછી મોકલવામાં આવી રહી છે.

ભારતીય દૂતાવાસે ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકો માટે એક એડવાઇઝરી જારી કરી

ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતાં તણાવ અને લશ્કરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતીય દૂતાવાસે ઈરાનમાં રહેતા તમામ ભારતીય નાગરિકો માટે એક એડવાઇઝરી જારી કરી છે. ભારતીય દૂતાવાસે કહ્યું છે કે, ‘વર્તમાન પ્રાદેશિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, બધા ભારતીય નાગરિકોએ સતર્ક રહેવું. તેમજ ઇઝરાયલી અધિકારીઓ અને હોમ ફ્રન્ટ કમાન્ડ દ્વારા જારી કરાયેલ સુરક્ષા માર્ગદર્શિકાનું સંપૂર્ણ પાલન કરવું.’

આ સાથે, ભારતીયોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને નજીકના સલામત આશ્રયસ્થાનોની નજીક રહેવાની સલાહ આપવામાં આવી છે. દૂતાવાસે દરેકને પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી સાવચેત રહેવા અને જરૂર પડે તો તાત્કાલિક સહાય માટે દૂતાવાસનો સંપર્ક કરવાની અપીલ કરી છે.

 

ઈઝરાયલમાં ભારતીય દૂતાવાસે પણ જારી કરી એડવાઇઝરી

આ સાથે જ ઈઝરાયલમાં ભારતીય દૂતાવાસે પણ ભારતીય મૂળના લોકો માટે એડવાઇઝરી જારી કરી છે કે, ‘વર્તમાન સ્થિતિને ધ્યાને રાખતાં ઇઝરાયલમાં રહેતા બધા ભારતીય નાગરિકોને સતર્ક રહેવા અને સુરક્ષા નિયમોનું પાલન કરવા સુચના. તેમજ બિનજરૂરી પ્રવાસ ટાળવો અને ઇઝરાયલની ઓથોરીટીની સુચનાઓનું પાલન કરવું.’

જ્યાં સુધી ખતરો જણાશે ત્યાં સુધી હુમલા ચાલુ રહેશે: નેતન્યાહૂ

ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ ઓપરેશન વિશે મોટું નિવેદન આપતાં કહ્યું હતું કે, ‘તેમની સેનાએ ઈરાનના તે અગ્રણી પરમાણુ વૈજ્ઞાનિકોને નિશાન બનાવ્યા છે, જેઓ કથિત રીતે પરમાણુ બોમ્બ વિકસાવવાના કામમાં લાગેલા હતા. આ ઉપરાંત, તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ઈરાનના બેલિસ્ટિક મિસાઇલ કાર્યક્રમના મુખ્ય કેન્દ્ર પર પણ ચોક્કસ હુમલો કરવામાં આવ્યો છે. ઇઝરાયલે આ ઓપરેશનને ‘સ્ટ્રેન્થ ઑફ અ લાયન’ નામ આપ્યું છે. નેતન્યાહૂએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, ‘ઈરાન દ્વારા ઊભા થયેલ ખતરો સંપૂર્ણપણે નાબૂદ ન થાય ત્યાં સુધી આ ઓપરેશન ચાલુ રહેશે.’

 

 

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!