– ત્રણ દિવસ સુઘી ચાલેલા ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ ભાગ લઈ ધન્યતા અનુભવી
આમોદ,
આમોદ તાલુકાના તણછા ગામે ટ્રસ્ટીઓ તેમજ ગામલોકોએ ભેગા મળીને નૂતન રામજી મંદિરનું નવનિર્માણ કરાતા તારીખ ૧૦ થી ૧૨ જૂન સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.નૂતન રામજી મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રથમ દિવસે પૂજા વિધી બાદ ગામમાં રામજી પરિવાર, ગણપતિજી,હનુમાનજી,ગંગાભવાની માતાજી,મહાલક્ષ્મી માતાજી,અંબા માતાજી, ક્ષેમકલ્યાણી માતાજી અને અક્ષરપુરૂષોત્તમ સ્વામીનારાયણ ભગવાનની ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી.જેમાં સમસ્ત ગામ તેમજ આસપાસના ગામલોકો હર્ષોલ્લાસ સાથે શોભાયાત્રામાં જોડાયા હતાં.તેમજ પૂજા વિધિમાં ૪૫ થી વધુ જોડાઓ ભાગ લઈ ધન્યતા અનુભવી હતી.આસનેરા ગામના વિદ્વાન બ્રાહ્મણ શૈલેષભાઈ જોષીની આગેવાની હેઠળ શાસ્ત્રોકત અને વેદોકત વિધીથી ત્રણ દિવસ સુધી ચાલેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામા આવ્યું હતું.અંતિમ દિવસે મંદિરમાં ધ્વજારોહણ સહિત ભગવાનની વિવિધ મૂર્તિઓમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે સાંજે યજ્ઞ કુંડમાં શ્રીફળ હોમવામાં આવ્યુ હતું.ત્યારબાદ મહાઆરતી કરી મોટી સંખ્યામાં લોકોએ મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો. તણછા ગામે યોજાયેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગુજરાત મહિલા સુરક્ષા સમિતિના ચેરપર્શન શોભનાબેન રાવલ, ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, આમોદ જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડી.કે.સ્વામી, આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ સહિતનાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is