best news portal development company in india

ભરૂચના વાતાવરણમાં પલ્ટો આવતા વીજળીના ચમકારા અને ભડાકા સાથે વરસાદ

SHARE:

ભરૂચ,
સોમવારે બપોરે ભરૂચ શહેરમાં ભારે બફારા બાદ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.હવામાન વિભાગની આગાહી મુજબ વરસેલા આ વરસાદે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જી હતી.
ભરૂચ શહેરના પાંચબત્તી રોડ,સેવાશ્રમ રોડ,કસક સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.કામકાજના સમયે વરસેલા વરસાદને કારણે શહેરનું જનજીવન પ્રભાવિત થયું હતું. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનવ્યવહાર ધીમો પડી ગયો હતો.વરસાદ માત્ર ૧૦ મિનિટ માટે વરસ્યો હતો. જો કે, આ ટૂંકા ગાળાના વરસાદે શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવી નાખ્યો હતો.વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.આના કારણે લોકોને ઉકળાટભર્યા વાતાવરણથી રાહત મળી હતી.
દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું હોય તેમ અંકલેશ્વર-હાંસોટ પંથકમાં સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.રવિવારે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. સમી સાંજે અને રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.સોમવારે વહેલી સવારથી પણ વરસાદ ચાલુ રહ્યો છે.વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
હાંસોટ તાલુકામાં ૧.૫ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.અંકલેશ્વરમાં ૬ મિલીમીટર વરસાદ પડ્યો છે. લાંબા સમયથી ઉકળાટ અને બફારાથી ત્રસ્ત લોકોને આ વરસાદથી રાહત મળી છે.ચોમાસાની શરૂઆત થતાં ખેડૂતોમાં પણ ખુશીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!