આમોદ,
અમદાવાદ એરપોર્ટ ઉપરથી યુ.કે.જવા એર ઇન્ડિયાની ફલાઇટે ઉડાન ભરી હતી.ઉડાન ભર્યાની ગણતરીની મીનિટોમાં પ્લેન અમદાવાદની એક બિલ્ડીંગ ઉપર પડતા તેમાં સવાર એક મુસાફર ને બાદ કરતા તમામ મુસાફરોએ જીવ ગુમાવવાનો વાળો આવ્યો હતો.જેમાં ભરૂચના આમોદ તાલુકાના કોલવણા ગામના અને હાલ યુકે ખાતે સ્થાયી થયેલા અલ્તાફ હુસૈન ઇસ્માઇલ પટેલ ઉર્ફ જીવામાસ્તરે પણ જીવ ગુમાવ્યો હતો.તેઓએ કોલવણા ગામની હાઈસ્કૂલ માં એસ.એસ.સી સુધીનો અભ્યાસ કર્યો હતો.ફાર્માસિસ્તની ડિગ્રી મેળવી ભરૂચમાં દવાની દુકાન ચાલુ કરી તેઓના જીવનની શરૂઆત કરી હતી.એ પછીના થોડા વર્ષો બાદ તેઓ યુ.કે ખાતે સ્થાયી થયા હતા.હાલ એક અઠવાડિયા માટે જ તેઓ ઇન્ડીયા આવ્યા હતા.અલ્તાફ હુસૈન તેમના સાસુ – સસરા સાથે એર ઇન્ડિયાના ફલાઈટમાં યુ.કે.જવા રવાના થયા હતા.જો કે પ્લેન ક્રેસની ઘટનામાં અલ્તાફ હુસૈન સહિત મૂળ કરજણ તાલુકાના સાંસરોદ ગામના વતની અને યુ.કે સ્થાયી થયેલા આદમભાઈ તાજુ અને તેમના પત્ની હસીનાબેન તાજુએ પણ જીવ ગુમાવવાનો વાળો આવ્યો હતો.આ કમનસીબ ઘટનાને પગલે કોલવણા અને સાંસરોદ ગામ સહિત તેમના પરિવાર પર આભ તૂટી પડ્યુ હતુ.
અલ્તાફ હુસૈનના પાર્થિવ શરીરને વહીવટી તંત્રની દેખરેખ હેઠળ તેમના માદરે વતન કોલવણા ખાતે લાવવામાં આવ્યો હતો.વતનની માટીમાં તેમના મૃતદેહને દફન કરવામાં આવ્યો હતો.તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં સગા સંબંધીઓ અને ગ્રામજનો જોડાયા હતા.પ્લેન ક્રેસમાં ભોગ બનેલા લોકો માટે તેમના પરિવાર ઉપર આવી પડેલ દુઃખને સહન કરવાની કુદરત શક્તિ આપે એ માટે ખાસ દુવા કરવામાં આવી હતી.આ દુઃખદ પ્રસંગે ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, ભરૂચ નગર પાલિકા વિપક્ષ નેતા સમશાદઅલી સૈયદ,સુલેમાન પટેલ,અબ્દુલ કામઠી,ગામના સરપંચ ઝફર ગડીમલ, અગ્રણીઓ તેમજ સગા સંબંધીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is