best news portal development company in india

નેત્રંગના લાલમંટોડી ફળીયામાં ધમધમતા જુગારધામ પર પોલીસના છાપમાં ૪ ઝડપાયા

SHARE:

– ૩૬૨૦ ના મુદ્દામાલ સાથે ૪ ને ઝડપી લીધા તો

૧ વોન્ટેડ

(વિજય વસાવા,નેત્રંગ)

નેત્રંગ પોલીસ સ્ટેશન ના પીઆઈ આર સી વસાવાએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતી જુગાર/પ્રોહીબિશન પ્રવુતિને અટકાવવા માટે સ્ટાફના પોલીસ કર્મચારીઓને આદેશ આપતા તા.૧૫ના રોજ સ્ટાફના પોલીસ કર્મચારીઓ જુગાર/પ્રોહીબિશન રેડમાં ખાનગી વાહન મારફત પો.વિસ્તારમાં હતા.તે સમયે ચોક્કસ બાતમીદાર થી બાતમી મળેલ કે ડેડીયાપાડા રોડ પર આવેલ લાલમંટોડી ફળીયામાં રહેતો મેહુલ રમણ પરમાર કેટલાક લોકોને ભેગા કરી પોતાના ઘરની પાછળ આવેલ એક ઓરડીમા જાહેરમાં પતાપાનાનો જુગાર રમી રમાડી રહેલ છે.જે બાતમી મુજબ છાપો મારતા કેટલાક ઈસમો ગોળ કુંડાળુ કરીને જુગાર રમી રહ્યા હતા.પોલીસને જોઈને ભાગવા જતા ચાર જુગારીયાઓ ઝડપાઈ ગયા હતા.જેમાં (૧) કલીમ કરીમ બિસ્મીલા કુરેશી ઉ.વ.૫૫ (રહે.દર્શના નગર ટાવરની બાજુમાં નેત્રંગ) (૨) મજીદ ઉસ્માન કુરેશી ઉ.વ.૫૮ (રહે.શાંતિનગર નેત્રંગ) (૩) સલીમ મહમદ ઉમર મકરાણી ઉ.વ.૪૫ (રહે.લાલમંટોડી નેત્રંગ) (૪) મહેશ સોમા વસાવા ઉ.વ.૪૬ (રહે.ચંદ્રવાણ નિશાળ ફળીયુ તા.નેત્રંગ  ) તમામની અંગઝડતી લેતા રોકડા રૂ.૨૪૭૦ તેમજ દાવ પરના રોકડા રૂ.૧૧૫૦ મળી કુલ્લે રૂ.૩૬૨૦ મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે.જ્યારે મેહુલ રમણ પરમાર (રહે.લાલમંટોડી નેત્રંગ) વોન્ટેડ જાહેર કરી તમામ સામે જુગાર ધાર એક્ટ મુજબ કાયદેસર ની કાર્યવાહી કરી નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!