– વાંરવાર એક જ કંપની માંથી આ કલરનું પ્રદુષિત પાણી વહે છે તો આ આકસ્મિક નથી,તો શું આ તંત્રની નિષ્કાળજી છે? કે ગુનાહિત તત્ત્વોને તંત્રનો કોઈ ડર નથી?
– NGT કોર્ટના હુકમથી અંકલેશ્વરના પ્રદુષિત પાણીને રોકવા બાબતે કમિટીની રચના થઈ છે તો પણ આવી ઘટનાઓ નું પુનરાવર્તન થઈ રહ્યું છે શું આ કમિટીના સભ્યો પણ અજાણ છે?
ભરૂચ,
અંકલેશ્વર ઓદ્યોગિક વિસ્તારમાં વરસાદના હોય ત્યારે પણ વરસાદી ગટરોમાં પ્રદુષિત પાણી વેહડાવી દેવાની અનેક ઘટનાઓ ભૂતકાળમાં બનતી આવી છે હવે જયારે ચોમાસાની ઋતુ ની શરૂઆત થઈ છે.તો વરસાદ પડે એટલે વરસાદી ગટરો માં પ્રદુષિત પાણી વેહવાની કે વેહડાવી દેવાની ઘટનાઓ બની રહી છે ગઈ કાલે પીરામણ ગામ પાસેથી પસાર થતી આમલાખાડીમાં કાળા કલર નો પ્રદુષિત પાણી વેહ્તું નજરે જણાયું હતું, આજે ફરી એક વખત વસાહતની વરસાદી ગટર માં સુધ્ધ લીલા કલરનું પ્રદુષિત પાણી વહેતું નજરે જણાતા પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા જીપીસીબી ગાંધીનગર અને અંકલેશ્વરને મૌખિક ફરિયાદ કરાતા હાલ તપાસનો દોર શરુ થયો છે.જો કે આ કેહવાતી તપાસ અને પરિણામો થી પ્રજા માં અશંતોષ છે.
પ્રકૃતિ સુરક્ષાના સલીમ પટેલે જણાવ્યું છે દરેક વખતે ચોમાસાની ઋતુમાં પ્રદુષિત પાણી વરસાદી ગટરોમાં વહેતું હોવાથી આસપાસની આમલાખાડી, અમરાવતી ખાડી અને છાપરા ખાડી પ્રદુષિત બને છે આ પાણી નર્મદા નદી સુધી જાય છે જેથી ભૂગર્ભ પ્રદુષિત થાય છે માનવ સ્વાસ્થ્ય અને જળચર ના જીવન ને ખતરો રહે છે.અમો ફરિયાદ કરીએ તપાસ થાય એના કરતા આવી ઘટનાઓ જ ના બને એવી વ્યવસ્થા હોવી જોઈએ, આજરોજ ૩ કી.મી. સુધીની વરસાદી ગટરમાં લીલા કલરનું પ્રદુષિત પાણી જાહેરમાં નજરે જણાતું હતું અને આ ક્યાંથી આવતું હતું એ પણ જણાતું હતું.તો જવાબદારો નજર કેમ આ તરફ ગઈ નથી ? અથવા ગઈ છે તો આંખ આડા કાન કરવામાં આવે છે? શું કોઈ મુક-સહમતી થઈ ગઈ છે? ફરિયાદો ના અનુસંધાને અને NGT કોર્ટ ના હુકમ થી અંકલેશ્વરના પ્રદુષિત પાણી ને રોકવા બાબતે કમિટીની રચના થઈ છે તો પણ આવી ઘટનાઓ નું પુનરાવર્તન થઈ રહ્યું છે.શું આ કમિટીના સભ્યો પણ અજાણ છે?
અત્રે ઉલ્લેખનિય છે કે વરસાદી માહોલમાં ઉદ્યોગો દ્વારા પ્રદૂષિત પાણી છોડવામાં આવે છે ત્યારે જીપીસીબી દ્વારા પણ માત્ર નમૂના લઈ નોટિસ આપી દંડનીય કાર્યવાહી કરી કામગીરીનો સંતોષ માણી રહી છે.પરંતુ કાયમ માટે આ સમસ્યાનું નિરાકરણ લાવવા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is