– વીજ ટ્રાન્સફોર્મર પાસેથી પાણીમાં જોખમ સાથે પસાર થતાં રાહદારીઓ તેમજ વિદ્યાર્થીઓ
આમોદ,
આમોદ નગરમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે.જેને કારણે નગરના મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાઈ જતા રાહદારીઓ તેમજ વિદ્યાર્થીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.આમોદના નાના તળાવ પાસે આવેલા ભાથુંજી મંદિર પાસે આંગણવાડી આવેલી છે.તેમજ વોર્ડ નંબર ત્રણના રહીશો માટે તે આવન જાવનનો મુખ્ય રસ્તો છે.જે માર્ગ ઉપરથી વિદ્યાર્થીઓ તેમજ રાહદારીઓ પસાર થાય છે.તેમજ આ રસ્તા ઉપર આંગણવાડી પણ આવેલી છે.જેથી નાના ભૂલકાઓ પણ ત્યાંથી પસાર થતા હોય છે.આ ઉપરાંત રોડની બાજુમા દક્ષિણ ગુજરાત વીજ કંપનીનું વીજ ટ્રાન્સફોર્મર આવેલું છે.હાલમાં વરસાદની સીઝન ચાલતી હોય સામાન્ય વરસાદમાં પણ રોડ ઉપર પાણી ભરાઈ રહે છે.જેથી લોકોને જીવના જોખમે પાણીમાંથી પસાર થવાથી ભારે હાલાકી વેઠવી પડે છે.ત્યારે રાહદારીઓ, વિદ્યાર્થીઓ તેમજ નાના ભૂલકાઓની જીદંગી સાથે જોખમ ઉભું થવાની ભીતિ ઉભી થઈ છે આ બાબતે આમોદ-જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાએ જણાવ્યુ હતું કે આમોદ નગરપાલિકાના સત્તાધિશોને ફોનથી જાણ કરવામાં આવી છે છતાં સમસ્યાનો નિકાલ ના થતાં લોકોમાં પાલિકા કચેરી સામે રોષ જોવા મળ્યો હતો.જો વહેલી તકે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નહી કરવામાં આવે અને કોઈને નુકશાન થશે તો પાલીકા તંત્ર જવાબદાર રહેશે.આમોદ પાલીકા તંત્ર વહેલી તકે પાણીનો યોગ્ય નિકાલ કરે તે ઇચ્છનીય છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is