best news portal development company in india

વસ્તી ગણતરીની પ્રક્રિયામાં 35 લાખ કર્મચારી ડિજિટલી કામ કરશે

SHARE:

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે ભારતની વસ્તી ગણતરી ૨૦૨૭ના વર્ષ દરમિયાન કરવામાં આવશે. દેશમાં હિમાલયન બેલ્ટના પ્રદેશો લદાખ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડમાં વસ્તી ગણતરી પહેલી ઓક્ટોબર ૨૦૨૬થી શરૂ થશે. દેશના બાકીના ભાગમાં આ પ્રક્રિયા પહેલી માર્ચ ૨૦૨૭થી શરૂ થશે. ૧૬મી વસ્તી ગણતરીમાં પહેલી વખત જાતિગત વસ્તી ગણતરીનો સમાવેશ કરાયો છે. આ વસ્તી ગણતરીમાં ૩૪ લાખ ગણતરી કરનારા, સુપરવાઇઝર અને ૧.૩ લાખ જનગણના હોદ્દેદાર આધુનિક મોબાઇલ અને ડિજિટલ ઉપકરણો સાથે કામ કરશે. આ માટેના એપ્સ કુલ ૧૬ ભાષામાં ઉપલબ્ધ થશે.

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લડાખ અને હિમાચલ પ્રદેશ તેમજ ઉત્તરાખંડમાં પહેલી ઓક્ટોબર ૨૦૨૬થી દેશના બાકીના હિસ્સામાં પહેલી માર્ચ ૨૦૨૭થી જાતિઓની ગણતરી અને જનગણના કાર્ય શરૂ થશે.દેશમાં વસ્તી ગણતરી ૨૦૨૧માં કરાવવાની હતી, પરંતુ કોરોનાના લીધે તે કરાઈ શકાઈ ન હતી. હવે આ વખતે વસ્તી ગણતરી ૨૦૨૫થી શરૂ થાય છે તો હવે તેના કારણે જનગણના સર્કલમાં પણ ફેરફાર થયો છે. તેના પછી આગામી વસ્તી ગણતરી ૨૦૩૫માં કરાવવામાં આવશે.

આ વખતની વસ્તી ગણતરી બે તબક્કામાં પૂરી થશે. પહેલો તબક્કો ઓક્ટોબર ૨૦૨૬માં પૂરો થશે. જ્યારો બીજો અને અંતિમ તબક્કો પહેલી માર્ચ ૨૦૨૭ના રોજ પૂરો થશે. આમ આ પ્રક્રિયા લગભગ ૨૧ મહિનામાં પૂરી થશે. દેશમાં ૧૯૩૧ પછી પહેલી વખત જાતિગત વસ્તી ગણતરી થઈ રહી છે.

જનગણનાનો પ્રાયમરી ડેટા માર્ચ ૨૦૨૭ સુધીમાં આવી શકે છે. જ્યારે વિગતવાર આંકડા ડિસેમ્બર ૨૦૨૭ સુધીનો સમય લાગી શકે છે. તેના પછી લોકસભા અને વિધાનસભા બેઠકોનું સીમાંકન શરૂ થઈ શકે છે અને આ દરમિયાન મહિલાઓ માટે ૩૩ ટકા અનામતનો અમલ કરી શકાય છે. આમ ૨૦૨૯ની ચૂંટણી પહેલા મહિલાઓ માટે અનામત બેઠકોને લઈને સ્થિતિ સ્પષ્ટ થઈ શકે છે.

દેશમાં વસ્તી ગણતરી મુખ્યત્વે બે તબક્કામાં કરાવવામાં આવે છે. એક હાઉસિંગ સેન્સસ અને બીજું પોપ્યુલેશન સેન્સસ. આ વખતે આખી પ્રક્રિયા ડિજિટલ ટેકનિક પર આધારિત હશે. તેમા મોબાઇલ એપ્સ અને સ્વગણતરીનો વિકલ્પ પણ સામેલ છે. વસ્તી ગણતરી શરૂ થતાં પહેલા જિલ્લા, તાલુકો અને પોલીસ સ્ટેશન જેવા વહીવટી એકમો તૈયારી કરી લે છે. આ પ્રક્રિયા ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં પૂરી થઈ ગઈ છે.

વસ્તી ગણતરી પહેલા પ્રોફોર્મા તૈયાર કરવામાં આવે છે. તેમા હાઉસિંગ સેનસસ અને પોપ્યુલેશન સેન્સસની પ્રશ્નાવલિને અંતિમ સ્વરૂપ આપવામાં આવે છે. આ વખતે જાતિ અને સંપ્રદાય સાથે સંલગ્ન સવાલ સામેલ થઈ શકે છે. ડિજિટલ ગણતરી માટે સોફ્ટવેરમાં જાતિ,  પેટાજ્ઞાાતિ અને ઓબીસી માટે નવી કોલમ અને મેનુ સામેલ કરવામાં આવશે.

પોપ્યુલેશન સેન્સસની ગણતરીમાં દરેક વ્યક્તિની જનસાંખ્યકીય, સામાજિક અને આર્થિક જાણકારી જમા કરાવવાની છે. ગણતરી કરનાર ઘરે-ઘરે જઈને રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર અને વસ્તી ગણતરી અંગે સવાલ પૂછી શકે છે. આ વખતે ૩૦ સવાલ પૂછવામાં આવે તેવી સંભાવના છે. તેમા નામ, વય, લિંગ, જન્મતિથિ, વૈવાહિક સ્થિતિ, શિક્ષા, રોજગાર, ધર્મ, જાતિ અને પેટાસંપ્રદાય કુટુંબ સાથે ઘરના મોભીનો સંબંધ, ઘરની સ્થિતિ અને પ્રવાસ સાથે જોડાયેલા સવાલ હશે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!