મુંબઈ – મુંબઈમાં રાબેતા મુજબના ટાઈમટેબલ કરતાં ૧૫ દિવસ વહેલી એન્ટ્રી માર્યા બાદ વરસાદને જાણે આળસ ચઢી હોય તેમ ઉઘાડ નીકળ્યો હતો. છેલ્લા બે દિવસથી છૂટાછવાયાં ઝાપટાં રુપે ચોમાસું ફરી રિવાઈવ થયું હતું. પરંતુ રવિવારની મોડી રાતથી વરસાદે આળસ ખંખેરીને અસલી મુંબઈના વરસાદનો મિજાજ બતાવ્યો હતો. મહાપાલિકાના વિવિધ વેધર સ્ટેશનના આંકડા અનુસાર શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગઈ રાતથી આજે રાત સુધીમાં આશરે પાંચથી આઠ ઈંચ વરસાદ ખાબક્યો હતો. શહેરમાં આ સમયગાળામાં વરસાદની સરેરાશ છ ઈંચ નોંધાઈ હતી.
ભારે વરસાદ સાથે વૃક્ષ તૂટી પડવાની કે મકાનનો ભાગ ધસી પડવાની ઘટનાઓમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. સતત ચાલુ વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા હતા. અંધેરી સબવેમાં પાણી ભરાતા વાહનોનો અવરજવર માટે બંધ કરાયો હતો. ખરાબ વહામાનને પગેલ ફલાઈટ ઉડાનમાં અસર પડી હતી. લોકલ સેવામાં ખાસ પૂર્વ ઉફનગરીય સેવા વિલંબથી દોડતી હતી. જ્યારે મુંબઈને પાણી પુરવઠો પૂરો પાડતાં જળાશયોમાં પણ નોંધપાત્ર વરસ્યો હોવાનું જાણવા મળ્યું હતું. દરમિયાન, સમુદ્રમાં મોટી ભરતી હોવાને કારણે મુંબઈગરાને મરીન ડ્રાઈવ સહિત વિવિધ બીચ પર લોકોની એન્ટ્રી બંધ કરાવી હતી.
હવામાન વિભાગે આવતીકાલે શહેરભરમાં અતિ ભારે વરસાદ વરસે એવી આગાહી કરી હતી. સુસવાટાભેર પવન ફૂંકાતાની સાતે સમુદ્રમાં ભરતી હોેવાને લીધે મુંબઈગરાાને સમુદ્ર કિનારે (બીચ) પર ફરવા નહિં જવાની પાલિકાએ અપીલ સુદ્ધાં કરી હતી.
આ વર્ષની ચોમાસાની સીઝનીની સૌથી મોટી ભરતી આજે હતી. દરિયામાં મોજા વધીને ૪.૨૧ ડિગ્રીની ઊંચાઈએ ઉછળતા હતા. પવન સુંસવાટાભેર ફૂંકાતો હતો. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને મરીન ડ્રાઈવ અને શ ઙેરના અન્ય બીચ પર ફરવા ન જવા માટે નાગરિકોને તાકીદ કરવામાં આવી હતી. મરીન ડ્રાઈવ વિસ્તારને પણ પોલીસે ખાલી કરાવ્યો હતો. પોલીસ દ્વારા ખાસ ત્યાં સાવચેતી રાખવામાં આવી હતી. સમુદ્રના મોજા ઊંચે ઉછળતા હોવાથી દરિયાની ભરતીનું પાણી રસ્તા પર ફરી વળ્યું હતું.
ભારે વરસાદને લીધે ગેટ વે ઓફ ઈન્ડિયાનો પરિસર નિર્જન બની ગયો હતો. વરસાદઅને ભરતીના કારણે પર્યટકો અનેનાગરિકોને ગેટ વે ઓફ ઈન્ડિયાના પરિસર પર પ્રવેશવા પર પ્રતિબંધ મૂકાયો હતો.
પાલિકાએ આપેલા આંકડા મુજબ આજે સવારે ૮થી સાંજે ૬ વાગ્યા દરમિયાન પશ્ચિમ ઉફનગરમાં ૭૫ મિ.મિ. પૂર્વ ઉપનગર ૭૦.૧૫ મિ.લી. અને તળ મુંબઈમાં ૫૦ મિ.મિ. વરસાદ નોંધાયો હતો.
મુંબઈ શહેરને પાણી પુરવઠો પૂરો પાડતાં જળાશયોમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. અપર વૈતરણામાં ૪ મિ.મિ., મોડક સાગરમાં ૨૩ મિ.મિ. તાનસામાં ૨૮ મિ.લી., મિડલ વૈતરણામાં ૬૦ મિ,.મિ. ભાતસામાં ૩૩ મિ.લી. વિહારમાં ૪૩ મિ.મિ. અને તુલસીમાં ૬૬ મિ.મિ. વરસાદ નોંધાયો હતો. આથી આજે સ વાર સુધી સાતેય જળાશય કુલ મળીને ૧,૨૩૪૪૭૧ ંલિયન લીટર પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
મુંબઈમાં આજેવરસેલા વરસાદમાં શોર્ટ સર્કિટના ત્રણ ઠેકાણે કિસ્સા બન્યા હતા. જેમાં તળ મુંબઈમાં બે અને પૂર્વ ઉપનગરમાં ૧નો સમાવેશ થાય છે. આમાં કોઈપણઁ પ્રકારની જાનહાનિ થઈ નથી.
શહેરભરમાં આજે ૩૬ ઠેકાણે વૃક્ષ તતા વૃક્ષોની મોટી ડાળીઓ પડી જવાની ઘટના બની હતી. જેમાં અંધેરી (પૂર્વ)માં એક ૫૦ વર્ષીય વ્.ક્તિ જખ્મી થઈ હતી. શહેરભરમાં ધરાશાયી થયેલા વૃક્ષોમાં પશ્ચિમ ઉપનગરમાં ૨૨, પૂર્વે ઉપનગરમાં ૮, પશ્ચિમ ઉફનગરમાં ૬નો સમાવેશ થાય છે.
અંધેરી (પૂર્વ)માં અંધેરી કુર્લા રોડ, એરસ્ટલ ઈમારત, તાકપાડા ખાતે એક વૃક્ષ ત્યાંથી પસાર થતાં ૫૦ વ ર્ષીય જય વાસુ નામની વ્યક્તિ પર પડયું હતું. જેના પગલે તેઓ જખ્મી થતાં તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયો હતા.
શહેરમાં ૮ ઠેકાણે ઘર અને દિવાલ પડવાની ઘટના બની હતી. એમાં તળ મુંબઈમાં ૪, પૂર્વ ઉપનગપમાં ૨, પશ્ચિમ ઉપનગર ૨નો સમાવેશ થાય છે.
જોગેશ્વરી પૂર્વ ખાતે રોડ નં.૦૧, નટવર નગર નં.૧, ઈસ્માઈલ યુસુફ કોલેજ, શિવસેના શાખા પાસે ઈમારતનું બાંધકામ માટે બાંધેલી પરાતનો અમુક ભાગ તૂટી પડતાં બે મહિલા જખ્મી થઈ હતી. આ ઈજાગ્રસ્તોને એચ.બી.ટી. ટ્રોમાં કેઅરમાં દાખલ કરાયા છે. ઈજાગ્રસ્તોમાં અર્લીન પાલ (૫૯ વર્ષ), સુગંધા કદમ (૬૩ વર્ષ)નો સમાવેશ થાય છે. ઈજાગ્રસ્ત અર્લીન નામની મહિલા આઈસીયુમાં સારવાર લઈ રહી છે. જ્યારે બીજી મહિલાને સારવાર આપીને ઘરે મોકલી દીધી છે.
મુંબઈમાં કયા વિસ્તારમાં કેટલો વરસાદ
વિસ્તાર કેટલા??????
વડાલા ૧૬૧
વરલી ૧૫૫
માટુંગા ૧૪૮
લાલબાગ ૧૪૩
ચેમ્બુર ૧૨૦
બાંદરા ૮૬
કુર્લા ૮૭
બીકેસી ૯૩
પવઈ ૮૩
કોલાબા ૫૦
નરીમન પોઈન્ટ ૪૭
નાયર હોસ્પિટલ ૪૩
વિહાર લેક ૫૬
સોમવારે સવારના ૮થી સાંજના છ વચ્ચે સૌથી વધુ વરસાદ (મીમી)
કોલાબા ફાયર સ્ટેશનઃ ૫૦ મીમી
નરિમાન પોઈન્ટ ફાયર સ્ટેશનઃ ૪૭ મીમી
મુંબઈ સેન્ટ્રલઃ ૪૩ મીમી
પવઈઃ ૬૮ મીમી
કુર્લાઃ ૬૨ મીમી
માનખુર્દ ઃ ૫૬ મીમી
સાંતાક્રુઝ ઈસ્ટઃ ૯૩ મીમી
બીકેસીઃ ૯૨ મીમી
બાંદ્રા વેસ્ટઃ ૮૬ મીીમી
રાયગઢ માટે રેડ , મુંબઈ માટે ઓરન્જ એલર્ટ
હવામાન વિભાગે મંગળવાર સવારના સાડા આઠ વાગ્યા સુધીમાં રાયગઠ તથા પુણે અને સતારા જિલ્લાના ઘાટ વિસ્તારોમાં અતિશય ભારે વરસાદ ખાબકવાની આગાહી કરી રેડ એલર્ટ જારી કર્યો છે. જ્યારે આઈ સમયગાળામાં મુંબઈ, થાણે, પાલઘર, રત્નાગીરી તથા સિંધુદુર્ગ જિલ્લાઓ ઉપરાંત અમરાવતી, ભંડારા, ગોંદિયા અને નાગપુર જિલ્લાઓ માટે કેટલાંક સ્થળે ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જારી કર્યો છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is