– શાળાની વિદ્યાર્થીઓ દ્વારા સિકલસેલ જાગૃતિ રેલી યોજવામાં આવી
(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ગતરોજ સુલતાનપૂરા ગામે આદર્શ નિવાસી શાળામાં સિકલસેલ દિવસ અંતર્ગત સિકલસેલ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાની વિધાર્થીનીઓ દ્રારા સિકલસેલ જાગૃતિ રેલી કાઢવામાં આવી હતી અને લોકોને સિકલસેલની બિમારી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે દરવર્ષે ૧૯ મી જુનના દિવસને સિકલસેલ દિવસ તરીકે મનાવાય છે.ઝઘડિયા સુલતાનપુરા ખાતે શાળામાં યોજાયેલ સિકલસેલ દિવસ અંતર્ગત કાર્યક્રમમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝઘડિયાના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીનીઓને સિકલસેલ વિશે માહિતગાર કરવા આવી હતી.કાર્યક્રમમાં તહેસીન મેડમ,જીતેન્દ્રસિંહ બોડાણા,સિકલસેલ કાઉન્સિલર છાયાબેન, પીનલબેન વસાવા, રાજદીપસિંહ પરમાર, આશાવર્કર શર્મિષ્ઠાબેન રજવાડી સહિત આરોગ્ય કર્મચારીઓ, શાળાના આચાર્ય રાઠોડ તથા શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. સિકલસેલનો રોગ એક આનુવંશિક રોગ ગણાય છે,જે માતાપિતા પાસેથી બાળકોમાં ફેલાતો હોય છે.આમાં લાલ રક્ત કોશિકાઓમાં ઓક્સિજનની ઉણપ હોય છે અને કોશિકાઓનો આકાર ગોળાકાર થતો નથી,તેને લઈને આ કોષ અડધા ચંદ્રાકાર કે સિકલ જેવો દેખાય છે,તેથી તેને સિકલ સેલ કહેવામાં આવે છે.આને લઈને બાળકનો વિકાસ પ્રભાવિત થાય છે.સિકલ સેલ રોગથી પ્રભાવિત બાળકનો વિકાસ યોગ્ય પ્રમાણમાં થતો નથી,તેમજ તેમની રોગપ્રતિકારક શક્તિ પણ બીજા બાળકોની સરખામણીએ નબળી હોય છે,સિકલસેલના રોગની સમયસર સારવાર ન કરવામાં આવે તો આ બિમારી જીવલેણ પણ બની શકે છે.તેથી સિકલસેલના રોગ વિશે લોકોને યોગ્ય રીતે જાગૃત કરવાના હેતુથી સિકલસેલ દિવસની ઉજવણી કરવામાં આવે છે.સિકલસેલના રોગ વિશે જાગૃતિ ફેલાવવા માટે ૨૨ મી ડિસેમ્બર ૨૦૦૮ ના રોજ સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીમાં દર વર્ષે ૧૯ મી જૂનને વિશ્વ સિકલ સેલ જાગૃતિ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારપછી આ દિવસ દરવર્ષે વૈશ્વિક સ્તરે સિકલસેલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ૧૯ મી જૂન ૨૦૦૯ ના રોજ પ્રથમ વખત સિકલ સેલ જાગૃતિ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is