(સંજય પટેલ,જંબુસર)
જંબુસર નગરમાં સફાઈ કામદારો દ્વારા સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે અને હવે જંબુસર નગરપાલિકા દ્વારા સફાઈની કામગીરી આઉટ સોર્સિંગના કામદારો દ્વારા સફાઈ કરાવવાના હોય જે જાણકારી જંબુસર નગરપાલિકા સફાઈ કામદારોને થતા જંબુસર નગરપાલિકા ચીફ ઓફિસરને અખિલ ગુજરાત સફાઈ કામદાર સંઘ જંબુસર શાખા મંત્રી બાબુભાઈ કે સોલંકી દ્વારા લેખિત રજૂઆત કરી હતી.
લેખિતમાં જણાવ્યું હતું કે મહેરબાન કમિશ્નર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન દ્વારા તારીખ ૫-૫-૧૮ ના રોજ પરિપત્ર કરી જેમાં શરત નંબર ત્રણમાં આઉટસોર્સિંગથી નગરપાલિકાઓ દ્વારા સેવાઓ લેવાની સૂચના આપવામાં આવેલ જેથી કર્મચારીઓમાં રોષ ફેલાતા કર્મચારીઓ દ્વારા હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી.જે અનુસંધાને નામદાર હાઇકોર્ટ દ્વારા તારીખ ૫-૯-૧૮ ના રોજ ઓરલ ઓર્ડર થી શરત નંબર ત્રણ પર સ્ટે આપવામાં આવેલ છે.જેથી કમિશ્નર શ્રી મ્યુનિસિપાલિટી તારીખ ૮-૩-૧૯ ના રોજ અનુસંધાન પરિપત્ર કરી તમામ પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓ તથા તમામ ચીફ ઓફિસરને સફાઈની સેવાઓ આઉટ સોર્સિંગથી નહીં કરવા જણાવેલ છે અને આપના તાબા હેઠળની જંબુસર નગરપાલિકામાં સફાઈ સેવાઓ આઉટ સોર્સિંગ થી લેવા બાબતે ઠરાવ કરવામાં આવેલ હોય જેથી હાઈકોર્ટની અવમાનના અને કોર્ટ ઓફ કન્ટેમપ્ટ ની પરિસ્થિતિ ઉપસ્થિત થશે.તે માટે આપના દ્વારા કામદારોના વિશાળ હિતને ધ્યાને રાખી સદર ઠરાવ રીવ્યુમાં લઈને રદ્દ કરવા વિનંતી કરવામાં આવી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is