best news portal development company in india

ઝઘડિયા તાલુકામાં ચોમાસાની શરૂઆત : વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદના આગમનથી ઉકળાટમાં રાહત

SHARE:

– ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીથી ખેતરોમાં ખેતી વિષયક કામગીરીને હવે વેગ મળશે

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

વિતેલા ચારેક દિવસો દરમ્યાન વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન થતાં લોકોએ ઉકળાટમાં રાહત અનુભવી હતી.ઉનાળાના દિવસો પુર્ણ થતાં ચોમાસાના આગમનને વધાવવા લોકો અને ખાશ કરીને ખેડૂતોમાં આતુરતા જણાતી હતી.ત્યારે ભરૂચ જીલ્લાના અન્ય વિસ્તારો સહિત  ઝઘડિયા તાલુકામાં વરસાદનું આગમન થયું હતું.તાલુકાના મોટાભાગના  વિસ્તારોમાં  વાદળછાયા વાતાવરણ વચ્ચે  વરસાદ થતાં   ચોમાસાની શરુઆત થઈ હતી.ઉલ્લેખનીય છેકે ચાલુ સાલે ઉનાળા દરમિયાન લોકોએ ભારે ગરમી અને ઉકળાટનો અનુભવ કર્યો હતો.ઉનાળા દરમ્યાન તાપમાનનો પારો ઉંચો જતા ભારે ગરમીને લઈને તેની અસર સ્વાભાવિક રીતે જનજીવન પર જોવા મળી હતી.ત્યારે ચોમાસાને લગતી વિવિધ અટકળો અને આગાહીઓ વચ્ચે ઝઘડિયા તાલુકાના ઘણાં વિસ્તારોમાં ચાલુ સપ્તાહ દરમિયાન વરસાદના અમીછાંટણા થતાં લોકોએ ચોમાસું શરુ થયું હોય એમ અનુભવ્યું હતું.હવે ચોમાસું  ખેતીની શરૂઆત થતાં ખેતરોમાં વિવિધ ખેતીકામોને વેગ મળશે.ખેતરો ખેડૂતો અને ખેતમજુરોની ચહલપહલથી હર્યાભર્યા લાગશે. ખેતરોમાં વિવિધ પાકોને લગતી વાવણી શરુ થશે. ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાં મુખ્યત્વે શેરડીનું વાવેતર વિપુલ પ્રમાણમાં થાય છે.ઉપરાંત કેળ,વિવિધ શાકભાજી,ફુલો તેમજ અનાજ કઠોળ ઉપરાંત કપાસ જેવા પાકો પણ યોગ્ય પ્રમાણમાં લેવાય છે.ચોમાસું શરુ થતાં તાલુકાના ઝઘડિયા ઉમલ્લા રાજપારડી જેવા બજાર વિસ્તાર ધરાવતા નગરોમાં ખેતી વિષયક વસ્તુઓના વેચાણમાં તેજી જોવા મળશે.ઉપરાંત હાલ કાચા મકાનો ઉપર ઢાંકવાની તાડપત્રીનું વેચાણ પણ ઠેરઠેર થતું દેખાઇ રહ્યું છે.હાલમાં ભરૂચ જીલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે મોટાભાગે સર્વત્ર વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા ઉકળાટમાં રાહત અનુભવાઈ છે.આ લખાય છે ત્યારે આજે વહેલી સવારથીજ ઝરમર ઝરમર વરસતા વરસાદે અમીછાંટણા કરતા જનતાએ હવે ચોમાસું શરૂ થઈ ગયું હોવાની ખુશી અનુભવી હતી.ઝઘડિયા તાલુકામાં આવેલ રાજપીપલા અંકલેશ્વર રેલવે લાઇન પરના ગરનાળાઓમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા જોવા મળે છે.મુખ્ય ધોરીમાર્ગને ગામડાઓ સાથે જોડતા માર્ગો પર બનેલ રેલવે ગરનાળાઓમાં પાણીનો ભરાવો થતો હોઈ નાનામોટા વાહન ચાલકો તકલીફમાં મુકાય છે.ગરનાળાઓમાં ભરાયેલા પાણીને લઈને જનતા પણ મુશ્કેલી અનુભવતી હોય છે.અંકલેશ્વર રાજપીપલા વચ્ચેના સ્ટેચ્યુ ઓફ યુનિટીના ધોરીમાર્ગને જોડતા ગ્રામ્ય રસ્તાઓ પર ખરચી,બોરિદ્રા,કપલસાડી ફાટક, ઉંચેડિયા, રાણીપુરા,ઝઘડિયા,કરાર,અવિધા,ખડોલી,રાજપારડી,સારસા,અછાલિયા તેમજ ઉમલ્લા નજીક રેલવે લાઈન પર બનાવેલા ગરનાળાઓ પૈકી કેટલાક ગરનાળાઓમાં વરસાદી પાણીનો ભરાવો થતો હોય છે.આને લઈને વ‍ાહન ચાલકો અને જનતાને  હાલાકિ ભોગવવી પડતી હોવાની વાતો પણ જાણવા મળી છે.જોકે હાલ વરસાદના આગમને આમ જનતા અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.સામાન્ય રીતે ચોમાસામાં ઘણા ધાર્મિક તહેવારો આવતા હોય છે,આમ ચોમાસા દરમિયાન લોકો  ખેતીવિષયક કામગીરી ઉપરાંત ધાર્મિક તહેવારોની ઉજવણીમાં પણ વ્યસ્ત બનશે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!