– એક વર્ષ અગાઉ પણ ગ્રામજનો દ્વારા કલેક્ટરથી લઈ તલાટી કમ મંત્રી સુધી જાહેર રસ્તા ઉપર કરેલ દબાણ દૂર કરવા રજૂઆત કરી હતી
(જયશીલ પટેલ,ઝઘડીયા)
જાહેર માર્ગો પર તેમજ સરકારી પડતર, ગૌચર તેમજ ખરાબાની જમીનનો પર ગેરકાયદેસર દબાણો ની વર્ષો જૂની સમસ્યા ગામેગામ ઉભી છે, હાલમાં ઝઘડિયા તાલુકાના રતનપુર ભીલવાડા ગ્રામ પંચાયતના ભીલવાડા ગામને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોડતા આરસીસી રોડનું કામ ચાલી રહ્યું છે.જેમાં નવા બની રહેલા રોડમાં તેની પહોળાઈ વધુ હોય કેટલાક રહીશો દ્વારા કરાયેલ દબાણ તેમાં અડચણરૂપ થઈ રહ્યું છે.જેથી ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારી ઝઘડિયાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને જણાવ્યું છે કે રતનપુર ભીલવાડા ગામમાં બનતા આ રસ્તાની આજુબાજુ જે મકાનો આવેલા છે જેઓએ કાચી અડાળીઓ, ઓટલા, વાડ કરેલ છે અને નવા બની રહેલા પહોળા રોડમાં તે અડચણરૂપ છે જે તેઓ દબાણ હટાવવા તૈયાર નથી,જેથી ગામનો રસ્તો ખુલ્લો કરવામાં આવે અને જે દબાણ છે તે રસ્તો આરસીસીનો છે જે જુના આરસીસી રસ્તાની બંને બાજુની સાઈડો સરખા ભાગે પહોળી કરવામાં આવે અને નવો રસ્તો બનાવવામાં આવે તેવી તેમને માંગણી કરી છે.
વધુમાં તેમણે જણાવ્યું છે કે રસ્તો નક્કી થયા પ્રમાણે માપ મુજબ રસ્તાની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ મુજબ બનાવવામાં આવે તેવી પણ તેઓએ માંગણી કરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે એક વર્ષ અગાઉ પણ ગ્રામજનો દ્વારા જિલ્લા કલેકટરથી લઈ તલાટી કમ મંત્રી સુધીનાઓને રતનપુર ભીલવાડા ગ્રામ પંચાયતમાં જાહેર રસ્તાઓ પરના દબાણ હટાવવા બાબતે રજૂઆત કરી હતી.પરંતુ જીલ્લા કલેકટરથી તલાટી કમ મંત્રી સુધીનાઓએ ગ્રામજનોની કોઈ સમસ્યાનું નિરાકરણ લાવ્યા નથી જેથી હાલમાં બની રહેલા નવા આરસીસી રોડમાં આ દબાણો અડચણરૂપ બની રહ્યા છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is