– ૨૮૭ વોર્ડની ચૂંટણી તથા ૫૩ સરપંચની ચૂંટણીમાં ૧.૪૬ લાખ મતદારો મતદાન કરશે
– ભરૂચ જિલ્લાની ૬૮ પૈકી ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર
ભરૂચ,
ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મુદત પુરી થતી પંચાયતો ભરૂચ જિલ્લાની ૨૧૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી પૈકી ૬૩ સામાન્ય, ૫ વિસર્જન અને પેટા ૧૪૫ મળી ૨૧૩ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાનાર જેનું આજરોજ સાધન સામગ્રીની ડિસ્પેચ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મતદાન થનારની વિગતવાર માહિતી જંબુસર તાલુકામાં સામાન્ય ૧, પેટા ૩ મળી કુલ ૪ ગ્રામપંચાયતો, આમોદ તાલુકામાં સામાન્ય ૨, વિસર્જન ૨, પેટા ૧ મળી કુલ ૫, વાગરામાં સામાન્ય ૧, વિસર્જન ૧ મળી કુલ ૨, ભરૂચમાં સામાન્ય ૧૩, પેટા ૪ મળી કુલ ૧૭, અંકલેશ્વર તાલુકામાં સામાન્ય ૧૨, પેટા ૪ મળી કુલ ૧૬, હાંસોટમાં સામાન્ય ૩, પેટા ૧ મળી કુલ ૪ ગ્રામ પંચાયત, ઝઘડીયામાં સામાન્ય ૪, પેટા ૪ મળી કુલ ૮ ગ્રામ પંચાયતો અને વાલીયામાં સામાન્ય ૨, વિસર્જન ૧ અને પેટા ૨ મળી કુલ ૫ તેમજ નેત્રંગ તાલુકામાં સામાન્ય ૪, વિસર્જન ૧, પેટા ૧ મળી કુલ ૬ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે.જેમાં આમોદ તાલુકાની ૩, વાગરાની ૧, ભરૂચ તાલુકાની ૧,અંકલેશ્વરની ૪,હાંસોટ તાલુકાની ૭ અને ઝઘડીયા તાલુકાની ૨ ગ્રામ પંચાયતોમાં મળી ૧૮ ગામ પંચાયતો બિનહરીફ જાહેર થઈ છે. ભરૂચ જિલ્લામાં કુલ સામાન્ય ૪૨, વિસર્જન ૫, પેટા ૨૦ મળી કુલ ૬૭ ગ્રામપંચાયતોની ૧૭૪ મતદાન મથકોમાં મતદાન યોજાશે જેમાં ૨૦ અતિસંવેદનશીલ અને ૭૭ સંવેદનશીલ મતદાન મથકો પર ૧,૪૬,૫૨૭ મતદારો મતદાન કરશે.ચૂંટણી દરમ્યાન ૮૭૪ પોલિંગ સ્ટાફ,૩૩ ઝોનલ ઓફિસર,૬૬૫ પોલીસ સ્ટાફ ફરજ બજાવશે.
જેમાં આ ચૂંટણીમાં નોટાનો અમલ કરવામાં આવશે અને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ૨૫મી જૂને તાલુકા પ્રમાણે મતગણતરી યોજાશે અને પરિણામ જાહેર કરવામાં આવશે.
આ ચૂંટણી રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજની વ્યવસ્થાને મજબૂત કરવા અને જ્યાં વહીવટદાર શાસનની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં નવનિયુક્ત સરપંચ અને સભ્યોને સ્થાનિક સ્વરાજ્યની સત્તા ચૂંટણી દ્વારા મળી શકશે.ચૂંટણી આયોગ દ્વારા પોલીસ અને પ્રશાસન સાથે સંકલન કરીને ચૂંટણી વ્યવસ્થાને સુચારૂ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is