(વિજય વસાવા,નેત્રંગ)
નેત્રંગ નગરમાં નેત્રંગ-રાજપારડી રોડ ઉપર આવેલ નવીવસાહત વિસ્તારમાં દર વષે ઉપરવાસમાં વરસતા ભારે વરસાદને લઈને વડપાનની સીમ બાજુથી આવતા વરસાદી પાણી અહિયા વસતા લોકોના ઘરોમાં ભરતા હોવાના કારણે ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે.જે બાબત વહીવટી તંત્રએ દયાન પર લઈને ચાલુ વર્ષે નવીવસાહત પાસે આવેલ મેઈન રોડ પર આવેલ એક નાળાથી લઈને પાણીના નિકાલ માટે પાઈપલાઈન થકી નિકાલ કરવા માટે હાલમાં જ પાઈપલાઈન નાંખવામાં આવી છે.કામગીરી બાદ માટીના ઢગલા રોડપર જ રહેવા દેતા વાહન વ્યવહાર માટે ભારે તકલીફ લોકોને પડી રહી છે.ત્યારે સ્થળ ચકાસણી કર્યા વગર જ જવાબદાર અધિકારીઓ બિલો પાસ કરી દેતા હોવાની રાવ સ્થાનિક રહીશો કરી રહ્યા છે.રોડપર પડેલા માટીના ઢગલા તાત્કાલિક હટાવવામાં આવે તેવી રહીશોની માંગને દયાન પર લેવામાં આવશે ખરી?

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is