– ધારાસભ્યના હસ્તે ૯.૧૮ લાખના ચેક વિતરણ કરાયા તેમજ ૫૦,૦૦૦ રોકડ રકમ અપાય
(ફૈઝાન ખત્રી,છોટાઉદેપુર)
છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી વિધાનસભાના કવાંટ તાલુકાનાં ગૈડેથા ગામે તા.૧૮ જૂન ના રોજ પાંચ મકાનો ઉપર આકસ્મિક વીજળી પડવાથી મકાનો સંપૂર્ણ બળી ખાખ થઈ ગયેલ હતા.જ્યારે આજે પાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતી રાઠવાએ મકાનોની મુલાકાત કરી હતી અને તાત્કાલિક વહીવટ તંત્રને જાણ કરી તાત્કાલિક બોલાવી સહાય પેટે ૯ લાખ ૧૮૦૦૦ જેટલી રકમ નો ચેક આપ્યો હતો. તેમજ ધારાસભ્ય જ્યંતિભાઈ રાઠવા દ્વારા તાત્કાલિક ઘર વખરી સામાન લાવવા માટે ૫૦,૦૦૦ હજાર માતબર રકમ રોકડ આપી હતી. જેમાં ઉપસ્થિત ૧૩૮ – જેતપુર પાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતિ રાઠવા, કવાંટ તાલુકા પંચાયતનાં પ્રમુખ મિલન રાઠવા, કવાંટ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન પીન્ટુ રાઠવા, કવાંટ તાલુકા સંગઠન પ્રમુખ સંજયભાઈ, આથા ડુંગરી જિલ્લા પંચાયતના સભ્ય જયેશભાઈ તેમજ સરપંચો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is