best news portal development company in india

ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે નબીપુર નજીકથી કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપી ૩૯ લાખના મુદ્દામાલ સાથે ૩ આરોપીની ધરપકડ કરી

SHARE:

ભરૂચ,

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પાલેજ નજીક નેશનલ હાઇવે ઉપર એક ટેન્કર માંથી કેમિકલની ચોરી કરતા ત્રણ ઈસમોને કુલ રૂપિયા ૩૯,૧૪,૯૮૩ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને આ ગુના હેઠળ અન્ય પાંચ ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. જીલ્લાના ઔદ્યોગિક વિસ્તારોમાં ઘણી કંપનીઓ કાર્યરત છે.ત્યારે જિલ્લામાં કેમિકલ ચોરી જેવી ગુનાખોરી અટકે તે માટે ઉચ્ચ અધિકારીઓ તરફથી જીલ્લાના પોલીસ વિભાગને અસરકારક કામગીરી કરવા સુચના આપેલ તેના અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.પી.વાળા દ્વારા લોકલ ક્રાઈમ બ્રાન્ચ સ્ટાફની અલગઅલગ ટીમો બનાવીને જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર પેટ્રોલિંગ ગોઠવીને કેમિકલ ચોરી જેવા ગુનાઓ શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.દરમ્યાન લોકલ ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઈ ડી.એ.તુવર ટીમ સાથે નેશનલ હાઇવે ઉપર રાત્રી પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન બાતમી મળેલ કે નેશનલ હાઇવે ૪૮ ઉપર ભરૂચ થી વડોદરા તરફ જતા ટ્રેક ઉપર એક હોટલ નજીક એક ટેન્કર માંથી ત્રણ ઈસમો ગેરકાયદેસર રીતે પ્લાસ્ટિકના કારબામાં કોઈ પ્રવાહી કાઢીને એક પીકઅપના ડાલામાં મુકે છે.લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મળેલ બાતમીના આધારે રેઇડ કરીને એક ટેન્કર પિક અપ ગાડી તથા અન્ય સાધનો સાથે ત્રણ ઈસમોને ઝડપી લીધા હતા.પકડાયેલ ઇસમો પાસેથી જાણવા મળેલ કે ટેન્કર હજીરા અદાણી પોર્ટ માંથી સ્ટાયરીન (SM) કેમિકલ ભરીને વડોદરા નંદેસરી જીઆઈડીસીમાં ખાલી કરવા જતું હતું અને ડ્રાઈવર દ્વારા નંદેસરી પહોંચે તે પહેલા કેમિકલ માફીયાઓનો સંપર્ક કરીને ટેન્કરનું સીલ તોડીને કેમિકલ ચોરીને પ્લાસ્ટીકના કારબાઓમાં ભરી એક કારબો રૂપિયા ૧૫૦૦ માં વેચતા હતા.તેમજ કેમિકલ માફીયાઓ ચોરીનું મેળવેલ કેમિકલ અન્ય ઇસમોને પહોંચાડવાના હતા.પકડાયેલ આરોપીઓ પૈકીનો આરોપી સત્તાર ઉર્ફે સમીર દિવાન દહેજ પોલીસ મથકમાં કેમિકલ ચોરીના મુખ્ય સુત્રધાર તરીકે વોન્ટેડ જાહેર થયેલ હોવાથી આ આરોપીની જાણ આગળની કાર્યવાહી માટે દહેજ પોલીસને કરવામાં આવી હતી.પકડાયેલ ઈસમો (૧) તુલસારામ જસારામ જાટ રહે. રાજસ્થાન (ટેન્કર ડ્રાઈવર), (૨) સત્તાર ઉર્ફે સમીર દિવાન હાલ રહે.પાલેજ મૂળ રહે.સુરત અને (૩) વસીમ સીરાજ દીવાન રહે.માલપુર તા.શિનોર જી.વડોદરાનાને અટક કરીને અન્ય પાંચ ઈસમો (૧) ધવલ પટેલ રહે.અમદવાદ (૨) સંજય (૩) મિત પટેલ (૪) નયન પટેલ અને (૫) સુરેશ પટેલ રહે. સુરતનાને વોન્ટેડ જાહેર કરીને નબીપુર પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.એલસીબી એ કેમિકલ ભરેલ પ્લાસ્ટીકના કારબા નંગ ૪, ટેન્કર, કેમિકલ,પીકઅપ ગાડી તેમજ મોબાઈલ નંગ ૩ મળી કુલ રૂપિયા ૩૯,૧૪,૯૮૩ નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!