(વિજય વસાવા,નેત્રંગ)
નેત્રંગ તાલુકા મથકના ગાંધીબજાર વિસ્તારમાં રહેતા અને નેત્રંગ ચારરસ્તા ઉપર જગ્ગનાથ કોમ્પ્લેક્ષના વેપારી એવા જયંતીભાઈ હિંમતલાલ ગાંધીને સંતાનમાં મોનાલી,વંદના અને કિષ્ના ત્રણ દીકરી છે.જયંતીભાઈ ગાંધી છેલ્લા કેટલાક સમયથી બીમાર હોવાથી ગતરોજ સાંજના સમયે દુ:ખદ અવસાન થવાથી તેમની અંતિમ યાત્રા નિકળી હતી.નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામે આવેલ સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.જેમાં જયંતીભાઈ ગાંધીની ત્રણેય દીકરીએ પોતાના પિતરાઈ ભાઈ મયુર જયનારાયણભાઈ ગાંધી સાથે પિતાના પાર્થિવદેહને મુખાગ્નિ આપી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is