ભરૂચ,
ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના આદેશથી કરવામાં આવી છે અને પક્ષના ઉચ્ચ નેતૃત્વના માર્ગદર્શન હેઠળ અમલમાં આવતા ભરૂચ શહેર કોંગ્રેસ કમિટીના નવા પ્રમુખ તરીકે સલીમ અમદાવાદીની નિમણૂંક કરવામાં આવતા આજરોજ વિધિવત રીતે તેઓએ ચાર્જ સંભાળ્યો હતો.
સલીમ અમદાવાદી છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા છે અને સમાજમાં સામાજિક સમરસતા અને યુનિટી માટે સતત કાર્યરત રહ્યા છે.તેઓ પાલિકામાં વિરોધપક્ષની જવાબદારી પણ નિભાવી ચૂક્યા છે અને હાલમાં તેઓ નગર સેવકની ફરજ બજાવી રહ્યા છે.તેમની નિમણૂંક બાદ સ્થાનિક કાર્યકરોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.આ પ્રસંગે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા,પાલિકા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ સ્થાનિક કાર્યકરો અને આગેવાનો દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
સલીમ.અમદાવાદીએ આ તબક્કે આશા વ્યક્ત કરાઈ છે કે તેઓ ભરૂચ શહેરમાં કોંગ્રેસને મજબૂત કરશે અને જનહિતમાં કાર્ય કરશે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is