(સંજય પટેલ,જંબુસર)
જંબુસર તાલુકાની કુલ ૨૯ ગ્રામ પંચાયતની ચૂંટણી જેમાં એક સામાન્ય અને ૨૮ ની પેટા ચૂંટણી હતી.જેમાંથી ખાલી પડેલ જેમાં ફોર્મ નથી ભરાયા, તથા સમરસ બાદ કરતા કુલ ચાર પંચાયતની ચૂંટણી જેમાં ખાનપુર સામાન્ય તથા કહનવા સરપંચ અને અણખી તથા સારોદની પેટા ચૂંટણી મત ગણતરી સવારે ૯ વાગ્યાથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. સદર ચૂંટણીમાં કુલ ૫,૮૨૦ પુરુષ ૫૩૫૦ સ્ત્રી મળી કુલ ૧૧,૧૭૦ મતદારો પૈકી સામાન્ય ચૂંટણીમાં ૭૭.૦૩ ટકા અને પેટા ચૂંટણીમાં ૬૦.૬૯ ટકા મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો.
આજરોજ જંબુસરની ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી જે એમ શાહ કોલેજ ખાતે સવારે પ્રારંભ કરવામાં આવ્યો હતો.જેમાં પેટા ચૂંટણી સારોદમાં યાકુબ અહમદ હાજી આદમ પટેલ ની ૧૪૫ મત ફિરોજ યુસુફ અહન ૧૬૬ મત જ્યારે જુબેર નુર મોહમ્મદ કારભારીને ૧ મત મળતા પ્રતિસ્પર્ધી ઉમેદવાર કરતા ફિરોજ યુસુફ અહનને વધુ મત મળતા વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.તથા અણખી ગામે હેમુબેન જીગ્નેશભાઈ ઠાકોર ૧૦૯ મત પ્રવિણાબેન સંદીપભાઈ રાવળ ૧૨૬ મત મળેલ આમ પ્રતિસ્પર્ધી કરતા પ્રવિણાબેન રાવળને ૧૭ મત વધુ મળતા વિજેતા જાહેર કર્યા હતા.કહાનવા ગામે સરપંચ ઉમેદવાર કાંતાબેન અમરસિંહ પઢિયારને ૨૧૦૧ મત જ્યારે કનુભાઈ ઉદેસંગ પઢિયાર ને ૨૪૪૯ મત મળતા પ્રતિસ્પર્ધી ઉમેદવાર કરતા ૩૪૮ મત વધુ મળતા કનુભાઈ પઢીયાર ને વિજેતા ઘોષિત કરાયા હતા.જ્યારે ખાનપુરમાં સરપંચ વહીદાબેન અબ્દુલ રસીદ પટેલને ૨૦૦૯ મત મળતા પ્રતિસ્પર્ધી કરતા વધુ મત મળતા તેઓને વિજેતા જાહેર કરાયા હતા.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is