– ભરૂચના સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષસ્થાને સંવિધાન અને લોકશાહીના મૂલ્યોના જતન માટે ‘સંવિધાન હત્યા દિવસ’ના કાર્યક્રમનું કરાયુ આયોજન
ભરૂચ,
ભારતીય લોકતંત્રનો કાળો અધ્યાય એટલે કટોકટી લગાવ્યાના ૫૦ વર્ષની પૂર્ણતાના અવસરે, તા.૨૫મી જૂન ‘સંવિધાન હત્યા દિવસ’ નિમિત્તે સંવિધાન અને લોકશાહીના મૂલ્યોના જતન માટે, ભરૂચ જિલ્લાના મુખ્ય મથક ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો. ઓપરેટિવ બેન્ક લી. ભરૂચ ખાતે સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષસ્થાને અધ્યક્ષસ્થાને ‘સંવિધાન હત્યા દિવસ’ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ હતુ.આ કાર્યક્રમમાં સાંસદશ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, ૨૫ જૂન ૧૯૭૫ ના રોજ દેશમાં અમલમાં મુકાયેલ આંતરીક કટોકટીની સ્થિતિમાં કાયદાનો દુરઉપયોગ કરીને તત્કાલીન સરકાર દ્વારા હજારો લોકો, સામાજિક કાર્યકરો, લોક નેતાઓ અને સામાન્ય નાગરિકોને જેલમાં નાંખવામાં આવ્યા હતા.કટોકટી લાદવામાં આવી તેના કારણે ભારતની લોકશાહી ખતરામાં મૂકાઈ હતી. જેને આપણે સખત શબ્દોમાં વખોડી કાઢવા માટે આજના દીવસને સરકારે સંવિધાન હત્યા દીવસ જાહેર કર્યો છે.
વધુમાં મિસા કાયદા અંગે જણાવ્યું હતું કે, મેઈન્ટેનન્સ ઑફ ઇન્ટર્નલ સિક્યુરિટી એક્ટ (MISA) (ભારતની આંતરિક સલામતી માટેનો કાયદો) 1971માં ભારતમાં અમલમાં આવ્યો હતો.
આ તકે ધારાસભ્યએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.
ગુજરાત સરકાર દ્વારા આપતકાલ (કટોકટી) ના ૫૦ વર્ષની યાદમાં રાજયકક્ષાનો સંવિધાન હત્યા દિવસ કાર્યક્રમ ગાંધીનગર ટાઉન હોલ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયો હતો. જેનું જીવંત પ્રસારણ ઉપસ્થિત નાગરિકોએ નિહાળ્યું હતુ.
આ અવસરે કટોકટીકાળ દરમ્યાન ફિલ્મ પર પ્રતિબંધ,પત્રકાર ધરણાંઓ,નાગરિકોની સમસ્યાઓ સહિત કટોકટીની ઘટનાનો તબક્કાવાર ઘટનાક્રમ તેમજ સેંગોંગ અને બંધારણની પ્રતિકૃતિઓનું પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું. જેને કલેક્ટર સહિતના મહાનુભાવોએ નિહાળ્યું હતું. મહાનુભાવો અને અધિકારીઓએ સિગ્નેચર કેમ્પેઈનમાં સહી કરી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ધારાસભ્ય અરૂણસિંહ રણા,નગરપાલીકા પ્રમુખ વિભૂતી યાદવ, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, સરકારી વકીલ, આસિ.પબ્લિક પ્રોસિક્યુટર સહિત જિલ્લાના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is