best news portal development company in india

ભારે ઉત્સુકતા સાથે આમોદ તાલુકાની પ પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થયા

SHARE:

આમોદ,

સરભાણ અને તેલોદ મઘ્ય સત્ર ચુંટણી તેમજ બોડકા,મછાસરાની સામાન્ય ચૂંટણી અને ઇટોલા ગામે પેટા ચૂંટણીના પરિણામો જાહેર થયાં.

આમોદ મામલતદાર કચેરી ખાતે આજ રોજ સવારે નવ કલાકે ઉમેદવારોની હાજરીમાં સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવ્યો હતો.ત્યાર બાદ ત્રણ ટેબલો ઉપર મતગણતરી હાથ ધરવામાં આવી હતી.મતગણતરી સ્થળ ઉપર પોલીસ દ્વારા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.ઉમેદવારો સાથે મોટી સંખ્યામા ટેકેદારો ઉમટી પડયા હતા.

પ્રથમ તબક્કામાં ઈટોલા ગામે સરપંચની મતગણતરી હાથ ધરવામાં આવી હતી.જેમાં સરપંચના ઉમેદવાર ફરીદ મહમદ જાદવ માત્ર ૨ મતોથી વિજેતા બન્યાં હતાં.જ્યારે નોટા માં ૨ મત પડ્યા હતાં.તેમજ ૩૩ વોટ અમાન્ય નીકળ્યા હતાં.આમ સરપંચની ચૂંટણીમાં હારેલા ઉમેદવારને નોટા તેમજ અમાન્ય વોટ ભારે પડ્યા હતાં.

તેલોદ ગામની મતગણતરી શરૂ થતાં મતપેટી માંથી ઉમેદવારના પ્રચારની બે થી ત્રણ સ્લીપો નીકળી હતી.જેથી મતગણતરી એજન્ટો સહિત ચુંટણી અઘિકારીઓમાં અચરજ ફેલાયું હતું.તેલોદ ગામના સરપંચના ઉમેદવાર શીતલબેન જયેશ ઠાકોર ૩૩૫ મતોથી વિજેતા બન્યા હતા.જેથી તેમનાં ટેકેદારોએ તેમને ફુલહાર પહેરાવી વધાવી લીધાં હતાં.સરપંચ પદે વિજેતા બનતાં સરપંચના પતિ જયેશ ઠાકોરની આંખોમાં ખુશીના આંસુ છલકાયા હતાં.તેલોદની મતગણતરીમાં નોટા માં ૯ મત પડ્યા હતાં.જ્યારે ૨૨ મત અમાન્ય નીકળ્યા હતા.બોડકા ગામના સરપંચના ઉમેદવાર જ્યોત્સનાબેન રાઠોડ ૭૬ મતોથી વિજેતા બન્યા હતાં.જેમાં નોટામાં ૨ મત પડ્યા હતા.જ્યારે ૩૫ મતો અમાન્ય નીકળ્યા હતાં. મછાસરા ગામના સરપંચના ઉમેદવાર જોહરબેન ઈબ્રાહિમ હસન પટેલ ૫૩૬ મતથી વિજેતા બન્યા હતાં.જેમાં નોટામાં ૨૩ મત પડ્યા હતાં.જ્યારે ૫૩ મતો અમાન્ય નીકળ્યા હતાં.જેમ જેમ પરિણામ જાહેર થતાં ગયાં તેમ ટેકેદારોમાં ઉત્સુક્તા વધી હતી.અને મતગણતરી બહાર ફટાકડા ફોડી આતશબાજી કરી હતી.મછાસરા ગામના મહિલા સરપંચનું ચુંટણી પ્રતિક લીલું મરચું હતું.જેથી તેમનાં ટેકેદારોએ તેમનુ લીલાં મરચા તેમજ ફૂલોના હાર પહેરાવી સન્માન કર્યુ હતું અને ડી.જે.ના તાલે ટેકેદારો ઝૂમી ઉઠ્યા હતા.સરભાણ ગામના સરપંચના ઉમેદવાર ૧૧૨૭ મતોથી વિજેતા બન્યા હતા.જેમાં નોટામાં ૪૧ મતો પડ્યા હતાં.જ્યારે ૧૨૭ મતો અમાન્ય નીકળ્યા હતાં.સરભાણ ગામનાં મહિલા સરપંચને સૌથી વધુ વોટ મળતાં તેમનાં ટેકેદારોએ ફુલહાર પહેરાવી સન્માન કર્યુ હતું.આ ઉપરાંત વોર્ડ સભ્યોની મતગણતરીમાં પણ નોટામાં ૨૩ મત પડ્યા હતા. જ્યારે ૧૦૯ મત અમાન્ય નીકળ્યા હતા.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!