– વિશેષ મહાનુભાવો અને શાળાના બાળકો સાથે વાલીઓ હાજર રહ્યા
(સલીમ કડુજી,નબીપુર)
ભરૂચ જિલ્લાના નબીપુર ગામે વર્ષ 2025 નો શાળા પ્રવેશીસવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો.નબીપુર પ્રાથમિક કન્યાશાળા અને કુમારશાળા ના બાળકો નબોપુર મદરસાના હોલમાં અને નબીપુર હાઈસ્કૂલના બાળકો હાઈસ્કૂલના સંકુલમાં એકત્રિત થયા હતા.પ્રાથમિક શાળામાં આમંત્રિત શિક્ષણ વિભાગ ગુજરાતના સેક્રેટરી કિન્નરીબેન શાહ, લાયઝન ઓફિસર ઘનશ્યામ પઢીયાર ઉપસ્થિત રહ્યા હતા.શરૂઆતમાં મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું.ગામના સરપંચ, ડે.સરપંચ સહિત વાલીઓ પણ ઉપસ્થિત રહયા હતા.
આમન્ટ્રીટના હાથે બાળવાતીકાના બાળકોને શૈક્ષણિક કિટો આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો. ધોરણ 1 મા પ્રવેશ મેળવનાર બાળકોને પણ શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો. શરૂઆતમાં આંગળવાડી અને બાળવાતીકાના બાળકોએ દેશભક્તિ બાળગીત રજુ કર્યું હતું. કુમારશાળાના ધોરણ 4 ના વિદ્યાર્થી સુબહાન હસને વિજ્ઞાન અને ટેકનોલોજી ઉપર પોતાના મંતવ્યો રજુ કર્યા હતા.કન્યાશાળાની ધોરણ 5 ની વિદ્યાર્થીની આલિયા ફાજલે પર્યાવરણ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
નબીપુર હાઈસ્કુલમાં પણ શાળાના પ્રમુખ, ઉપપ્રમુખ,પ્રિન્સિપલ અને શિક્ષક સ્ટાફ હાજર રહ્યો હતો. શાળાના બાળકો અને બાળકીઓ વિવિધ ક્ષેત્રમાં હાંસલ કરેલી સિદ્ધિઓ બદલ સન્માનિત કરાયા હતા.નબીપુરના એક વાલીએ સરકારની શિક્ષણને લગતી વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is