ભરૂચ,
ભરૂચ GIDC વિસ્તારમાં આવેલા ઈસ્કોન મંદિર ખાતેથી ભગવાન જગન્નાથ,ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળ્યા હતા. ત્યારે “હરે રામા, હરે ક્રિષ્ના”ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.ભગવાન જગન્નાથજીની રથયાત્રા શહેરના શીતલ સર્કલથી પ્રસ્થાન થઈ કસક સર્કલ, મક્તપુર રોડ, જ્યોતિનગર, તુલસીધામ વિસ્તાર થઈ પરત ઝાડેશ્વર કે જી એમ સ્કૂલના ગ્રાઉન્ડમાં સમાપન કરવામાં આવી હતી.
આ પ્રસંગે સંઘ પ્રદેશના પ્રભારી દુષ્યંત પટેલ,ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,ભારતીય જનતા પાર્ટી જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી,ચૈતન્ય મહાપ્રભુ દાસ સહિત સંતો મહંતો, ઈસ્કોનના અનુયાઈયો અને મોટી સંખ્યામાં ભક્તો ઉત્સાહ ભેર રથયાત્રામાં જોડાયા હતા અને રથને ખેંચી ધન્યતા અનુભવી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is