(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
એસપીરેશનલ (આકાંક્ષી) જિલ્લો આઝાદી ના આટલા વર્ષ પછી પણ વિકાસ થી વંચિત ગયો છે.
નર્મદા જિલ્લાનુ પ્રાકૃતિક ગામ ઝરવાણી ગામે તંત્ર 3 વર્ષમાં માત્ર 200 મીટરનો રસ્તો બનાવી
શકયું નથી.દર વખતે ખાડીમાં આવતાં પાણી આવવાના લીધે 1,500 જેટલા લોકોને ખાડીના ધસમસતા પ્રવાહમાંથી જોખમે જીવના પસાર થઇને મુખ્ય રસ્તા સુધી આવવું પડે છે.2024માં બ્રિજનું ભૂમિપૂજન કરી દેવાયું હતુંઅને 9 મહિનામાં બનીને તૈયાર થઈ જશે તેવી ખાતરી આપવામાં આવી હોવા છતાં હજી પુલ નહિ બન્યો નથી. એનું લોકોને આશ્ચર્ય છે.નબળી નેતાગીરી ના પાપે રાજકીય નેતાઓની ચુપકીદી સામે ગામ લોકોએ પણ સવાલ ઉઠાવતાં કહયું છે કે, નાના ગામોમાં દરેક સુવિધા મળી જાય છે અને અમારા ઝરવાણી ગામમાં કેમ મળતી નથી ? લોકો ખાડી પાર કરીને ઝરવાણી ગામના મુખ્ય રસ્તા પર આવેછે.2022માં ખાડી પર સ્લેબ ડ્રેઈન (બ્રિજ) મંજૂર કરવામાં આવ્યો હતો અને તેના માટે સરકારે 1.1.કરોડની રક્મ મંજૂર કરવામાં આવી છે.2022મા બ્રિજ મંજૂર થયો હોવા છતાં 3 વર્ષમાં કોન્ટ્રાકટ માત્ર 200 મીટરની લંબાઈનો બ્રિજ બનાવી શક્યા નથી.ગામના 50 થી વધારે યુવાનો એકત્ર થયા અને તેમણે બિન ઉપયોગી પડી રહેલાં વીજ થાંભલાઓ શોધી કાઢ્યાં હતા અને જોર લગાકે હૈસાના નારાઓ સાથે આ યુવાનો 6 જેટ થાંભલાઓને 3 કિમી દૂર ખાડી સુધી લઈ આવતાં અને 6 ક્લાક્માં હંગામી પુલ બનાવી 3 વર્ષ તંત્ર જે કામ કરી ન શકયું તે કરી બતાવ્યું હતું.
ગરૂડેશ્વર તાલુકાના ઝરવાણી ગામ પાસેથી પસાર થતી ખાડી પર સ્લેબ ડ્રેઈન બનાવવા માટે રાજય સરકારનામાર્ગ અને મકાન વિભાગે મુખ્યમંત્રી સડક યોજના (વર્ષ 2022–23) હેઠળ જોબ નંબર ફાળવવા વડોદરા કચેરીને પત્ર લખ્યો હતો. આ પત્ર બાદ નર્મદાની સ્થાનિક કચેરીએ ઝરવાણીના મેળા ફળિયા રોડ પર સ્લેબ ડ્રેઈનની કામગીરી માટે 1.10 કરોડની ફાળવણી કરી જોબ નંબરની ફાળવણી કરી હતી. 2022–23માં સરકારની મંજૂરી મળ્યાં બાદ પણઆ સ્થળે હજી સુધી પુલ બની શકયો નથી.
ભાવનગરની બ્રિજરાજ કન્ટ્રકશનને કામ સોંપાયું હતું.રાજય સરકારે ઝરવાણી ગામમાં પુલ મંજૂર કર્યા બાદ છેક 2024માં વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો.ભાવનગરના ઘોઘા સર્કલ પાસે ઓફિસ ધરાવતી બ્રિજરાજ કન્ટ્રકશનને કામ સોંપવામાં આવ્યું હતું.આ ટેન્ડર 1.10 કરોડ રૂપિયાનું હતું.9 મહિનામાં કામગીરી પુરી કરવાની હતી પણ આ કામ આજદિન સુધી પુરૂ થઈ શકયું નથી.જેને કારણે લોકોમાં રોષ ફેલાયાલો છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is