(ફૈઝાન ખત્રી, છોટાઉદેપુર)
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પાનવડ ગામે પ્રાથમિક શાળા તેમજ એસ.સી.સાહ હાઈસ્કુલ ખાતે નવા દાખલ થનાર બાળકોને આવકારવા પ્રવેશોત્સવ યોજાયો હતો.આયોજિક કાર્યક્રમમાં પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિ રાઠવા,છોટાઉદેપુર જિલ્લા પંચાયત સભ્ય સુરેશભાઈ,ગામના સરપંચ ઈન્દ્રસિંહભાઈ તેમજ અગ્રણીઓ, શિક્ષકો અને બાળકોના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ઉદબોદન કરતા ધારાસભ્ય જયંતિ રાઠવાએ જણાવ્યું હતું કે તાત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યાકેળવણી મહોત્સવ થકી આજે રાજ્યમાં ડ્રોપઆઉટ રેશિયામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે દિશામાં મુખ્યમંત્રીના નેતૃત્વમાં સરકાર કાર્ય કરી રહી છે.આજે એકપણ વિદ્યાર્થી અધવચ્ચેથી શિક્ષણ ન છોડે તેની દરકાર સરકાર લઈ રહી છે.
શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોને ઉજ્જ્વળ ભવિષ્ય માટે તેમજ પોતાના પરિવાર અને રાજ્યનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. વધુમા જણાવ્યું હતું કે, વ્યક્તિના જીવનમાં શિક્ષણથી વધુ કોઈ ઉત્તમ શસ્ત્ર નથી, તે અમોઘ શસ્ત્ર છે. શિક્ષણથી આપણે જીવનના તમામ મોરચે લડી શકીએ છીએ. શિક્ષણ જીવનનો મહત્વનો ભાગ છે. સરકારનું માર્ગદર્શન અને પરિવારનો ઉત્સાહ મળે તો શાળા પ્રવેશોત્સવ ખરા અર્થમાં મહોત્સવ સાબિત થતો દેખાઇ રહ્યો છે. વધુમાં સાંસદે ધારાસભ્યએ ‘એક પેડ માઁ કે નામ અભિયાન’ માં સહભાગી બની એક વૃક્ષ વાવીને તેનો ઉછેર કરવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમ દરમ્યાન ધારાસભ્ય ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરાયું હતું.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is