(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
૧૭ પ્રાથમિક શાળાઓમાં સ્કૂલબેગ, કમ્પાસ બોક્સ, પેન-પેન્સિલ, લોંગબૂક, ચિત્રકલા, સ્કેચપેન, કમ્પાસ કીટ, બોલલપેન, યુનિફોર્મ અને શુઝ તેમજ રમકડાની કીટોનું વિતરણ આ વર્ષે પણ કરવામાં આવ્યું હતું.
ઝઘડીયા તાલુકાના બામલ્લા ગામ પાસે આવેલ સેન્ચ્યુરી એન્કા લિમિટેડ (યુનિટ-રાજશ્રી પોલિફિલ) કંપની દ્વારા ઝઘડીયા તાલુકાના વિવિધ ગામડાઓમાં સી.એસ.આર યોજના અંતર્ગત શિક્ષણને લગતા તથા ગામડાની આદિવાસી પ્રજાની પ્રાથમિક જરૂરિયાતને લગતા કામો કરવામાં આવે છે.આ ઉપરાંત ભરૂચ જિલ્લાના અન્ય વિવિધ ગામોમાં અનેક વિકાસલક્ષી અને લોક ઉપયોગી કાર્ય થઇ રહ્યા છે.શાળા પ્રવેશોત્સવ, જે ૨૦૦૨-૦૩ માં ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો, તે હવે ૨૨ વર્ષ પુરા કરે છે અને ૨૩ મો કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ જેની થીમ “આવો, શાળા પ્રવેશોત્સવને એક સામાજિક ઉત્સવ બનાવીએ” સાથે યોજાઇ રહ્યો છે ત્યારે આ કાર્યક્રમ નિમિત્તે ઝઘડીયા તાલુકામાં આવેલ સેન્ચ્યુરી એન્કા લિમિટેડ (યુનિટ- રાજશ્રી પોલિફિલ) કંપની આ કાર્યક્રમમાં સરકાર સાથે સક્રિયપણે ૧૫ થી વધુ વર્ષ થી જોડાયને શાળામાં સો ટકા નામાંકન બાળકોનું થાય અને ઝિરો ટકા ડ્રોપ આઉટ દર રહે તે ઉદ્દેશથી કંપની ઝઘડીયા તાલુકાની ૧૮ આગણવાડીઓ અને ૧૭ પ્રાથમિક શાળાઓમાં સ્કૂલબેગ, કમ્પાસ બોક્સ, પેન-પેન્સિલ, લોંગબૂક, ચિત્રકલા, સ્કેચપેન, કમ્પાસ કીટ, બોલલપેન, યુનિફોર્મ અને શુઝ તેમજ રમકડાની કીટોનું વિતરણ આ વર્ષે પણ કરવામાં આવ્યું હતું. જેનો કુલ ૧૨૩૯ જેટલા જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને તેનો લાભ મળ્યો છે. આ ઉપરાંત કુલ ૧૮ જેટલી આંગણવાડી કેન્દ્રોમાં પણ વિવિધ રમકડાઓની કિટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત કાર્યક્રમમાં તમામ શાળાના આચાર્ય, ગામના સરપંચો, ગામના આગેવાનો, ફાળવેલ સરકારી કર્મચારીઓ તથા સેન્ચ્યુરી એન્કા લિમિટેડ (યુનિટ- રાજશ્રી પોલિફિલ) કંપનીના વિવિધ અધિકારીઓ શાળા પ્રવેશોઉત્સવ અને કન્યા કેળવણીના ત્રણ દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is