best news portal development company in india

ભરૂચના બાયપાસ રોડની સોસાયટીઓમાં વર્ષોથી વરસાદી પાણી ભરાવવાની વિકટ સમસ્યા છતાં નિરાકરણ નહીં આવતા કલેક્ટરને રજુઆત

SHARE:

– વર્ષોથી વારંવાર રજૂઆતો છતાં પરિણામ શૂન્ય : સમસ્યાનો ત્વરિત નિકાલ નહીં આવે તો હાઈવે પર અને બ્રિજ પર ધરણા કરવાની ચીમકી

ભરૂચ,

ભરૂચના જંબુસર બાયપાસ ઓવરબ્રિજ બન્યા બાદ ચોમાસામાં બ્રિજનું પાણી નિચે ઉતરી આસપાસની સોસાયટીમાં ભરાતા તેનો યોગ્ય નિકાલ નહીં થતા પાણી ભરાવો રહેતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠતા કલેક્ટરને રજુઆત કરવામાં આવી હતી.જો નિકાલ નહીં આવે તો દહેજ જતા માર્ગના વાહનો રોકી ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

જંબુસર બાયપાસ ચોકડી નજીક આવેલા આરઝૂ રેસીડેન્શિયલ સોસાયટી, અરમાન બંગલોઝ તથા બાગે ફિરદોસ સોસાયટીઓમાં ગટરના પાણી અને ચોમાસાના વરસાદી પાણીના નિકાલનો મોટો પ્રશ્ન ઊભો થયો છે.અહીં ગટરના નિકાલ માટેની પાઈપલાઈન બ્રિજની નીચે તૂટી ગઈ હોવાથી આખા વિસ્તારમાં પાણી ભરાવા લાગ્યું છે.રહીશોએ તાત્કાલિક કામગીરીની માંગ ઉઠાવી છે.આ બંને સોસાયટીઓ માટે પહેલાંથી GSRDC દ્વારા ગટર લાઈન મંજુર કરવામાં આવી હતી, પરંતુ તંત્રની અળસામણ કે અન્ય કારણોસર તેનું કાર્ય આજદિન સુધી હાથ ધરવામાં આવ્યું નથી.હાલની ગટર લાઈન તૂટી જવાથી ચોમાસાની ઋતુમાં પાણી ભરાવાની સ્થિતિ ગંભીર બની છે.ખાસ કરીને આરઝૂ અને અરમાન સોસાયટીઓમાં વરસાદના પાણી સાથે ગટરના મિશ્રણથી દુર્ગંધ અને રોગચાળાની આશંકા વધી ગઈ છે.આ બાબતે સોસાયટીના રહીશો ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત સાથે વહેલી તકે કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરવા સાથે ટ્રાફિકજામની ચીમકી ઉચ્ચારી હતી.

આ વિસ્તારમાં અંદાજે ૧૫૦ થી વધુ મકાન આવેલા છે.રહેવાસીઓ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે વરસાદ પડતા જ આખી સોસાયટી પાણીમાં ગરકાવ થઈ જાય છે.ગટરના ભરાવાથી શાળામાં જતા બાળકો, વૃદ્ધો,બીમાર લોકો તથા રોજિંદા નોકરીએ જનારાઓ ઘરમાં અફાળાઈ જાય છે. દૂધ,શાકભાજી જેવી આવશ્યક સેવાઓ પણ આવી શકતી નથી.આ અંગે રહીશોએ અગાઉથી પણ તંત્રને લેખિતમાં રજૂઆત કરી હતી.હવે ફરીથી આ ભયજનક પરિસ્થિતિને લઈ તાત્કાલિક કામ શરૂ કરવાની માગ ઉઠાવી છે.લોકોની સુખાકારી અને આરોગ્યની દ્રષ્ટિએ ગટર અને વરસાદી પાણીના નિકાલ માટે લાઈનની તાત્કાલિક સુધારણા અથવા નવી લાઈન નાંખવાની જરૂરિયાત હોવાથી રહીશો તંત્ર પાસેથી ઝડપી પ્રતિસાદની અપેક્ષા રાખી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સોસાયટીના રહીશો આ સમસ્યા માટે વર્ષોથી રજૂઆત કરી રહ્યા છે તેમ છતાં તેનું કોઈ નિરાકરણ આજદિન સુધી આવ્યું નથી ત્યારે તંત્ર વહેલી તકે સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો વાહનો રોકી ચક્કાજામની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!