– ભરૂચ જિલ્લાના આદિવાસી ગામોમાં ૧૭ જેટલા સરકારી વિભાગોની સેવાઓના લાભો ઘરઆંગણે આપવાનું આયોજન
– ખુટતી સુવિધાઓ પુરી પાડવા તાલુકાવાર કેમ્પનું આયોજન – ગામોમાં આધારકાર્ડ, રેશનકાર્ડ, આયુષ્માન કાર્ડ, જનધન ખાતા, જાતિ પ્રમાણપત્રો માટે ખાસ કેમ્પ
ભરૂચ,
ભરૂચ જિલ્લામાં આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ અને જીવન જરૂરિયાતની સુવિધાઓ સીધી લોકોને પહોંચે તે હેતુસર ભારત સરકારના ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લાના આદિવાસી ગામોમાં વિશિષ્ટ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી ૧૫ જુલાઈ દરમ્યાન યોજાનાર આ અભિયાન હેઠળ ૧૭ જેટલા સરકારી વિભાગોની ૨૫ વ્યક્તિલક્ષી અને માળખાકિય યોજનાઓ વંચિત આદિવાસી પરિવારો સુધી પહોંચાડવામાં આવશે. ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા અને પ્રાયોજના વહીવટદાર દ્વારા જિલ્લાવાસીઓને સરકારની આ વિવિધ યોજનાનો લાભ લેવા અપીલ કરી છે.
આ જનભાગીદારી અભિયાન હેઠળ વિવિધ ગ્રામ પંચાયત વિસ્તારમાં આધારકાર્ડ, જાતિ પ્રમાણપત્ર, ડોમિસાઈલ સર્ટિફીકેટ, રેશનકાર્ડ, પોષણ અભિયાન,આયુષ્માન કાર્ડ,માતૃવંદના યોજના, ટી.બી. મુક્ત ભારત અભિયાન, મિશન ઈન્દ્રધનુષ, સિકલ સેલ કાર્ડ, પી.એમ.જનઘન યોજના, મનરેગા, વિધવા સહાય પીએમ કિસાન સહાય, વગેરેની સેવાઓનું સ્થળ પર જ કેમ્પના માધ્યમથી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.ખુટતી સુવિધાઓ પુરી પાડવા માટે તાલુકાવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.કાર્યક્રમ દ્વારા વંચિત રહેલ લાભાર્થીઓને ૧૦૦ ટકા સેચ્યુરેશન સાથે કામગીરી હાથ ધરવામાં આવશે.
નેત્રંગ તાલુકામાં આજે ૧ જુલાઈથી આગામી ૧૫ મી જુલાઈ સુધી પિંગોટ, મૌઝા, ખરેઠા, વરખડી, કોલીયાપાડા, વાંકોલ, ફિચવાડા, ઘાણીખૂંટ, નાના જાબુડાં, મચામડી, સજણવાવ અને મૌઝા (હાથાકુંડી) જેટલા ગામોની પ્રા.શાળાઓમાં સવારે ૧૦.૦૦ થી થી ૧૪.૦૦ કલાક સુધી ૧૭ જેટલા સરકારી વિભાગોની ૨૫ વ્યક્તિલક્ષી અને માળખાકિય યોજનાઓ વંચિત આદિવાસી પરિવારો સુધી પહોંચાડવામાં આવશે.
અત્રે ઉલ્લેખનિય છે કે ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાનના ભાગરૂપે ભરૂચ જિલ્લાના દરેક તાલુકાઓમાં ખાસ કરીને નબળા આદિમજુથ કે જેઓ પીએમ જનમન અભિયાન હેઠળ લાભથી વંચિત રહેવા પામ્યા હતા.તેમજ આદિજાતિ સમુદાયના તમામ લાભાર્થીઓને વિવિધ યોજનાઓના લાભ મળી રહે એ હેતુસર ગામોમાં વિવિધ યોજનાઓનો પ્રચાર- પ્રસાર કરી લોક જાગૃતિ અને લાભ સંતૃપ્તી માટે શિબિરો તથા કેમ્પો યોજાનાર છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is