best news portal development company in india

જંબુસર નાયબ મામલતદાર એટીવીટીનો વય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો

SHARE:

(સંજય પટેલ,જંબુસર)

જંબુસર નાયબ મામલતદાર એટીવીટી મનહરભાઈ પ્રભુદાસભાઈ પ્રજાપતિનો વય નિવૃત્તિ વિદાય સમારંભ જંબુસર પ્રાંત કચેરી સભાખંડ ખાતે મામલતદાર એનએસ વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.જેમાં નાયબ મામલતદાર પુરવઠા દર્શનાબેન પરમાર,નવલભાઈ, અજયભાઈ, સાવનભાઈ સહિત ઉપસ્થિત રહ્યા હતા.

મનહરભાઈ પી પ્રજાપતિ મૂળ કહાનવાના તેઓએ ૧૫-૧૨-૧૯૮૬ ના રોજ જંબુસર મામલતદાર કચેરીમાં કારકુન તરીકે સરકારી નોકરીનો પ્રારંભ કર્યો હતો.ત્યાર બાદ સાગબારા,ભરૂચ,હાંસોટ, અંકલેશ્વર, ઝઘડિયા,વાગરા અને જંબુસરમાં નાયબ મામલતદાર એટીવીટી માંથી વય નિવૃત્ત થતા હોય જંબુસર પ્રાંત કચેરી સભાખંડમાં વય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો હતો.જેમાં મનહરભાઈ સાથે નોકરીમાં વિતાવેલી ક્ષણોની યાદો તાજી કરી હતી.નોકરીમાં બઢતી બદલી અને વય નિવૃત્તિ થતી હોય છે.નોકરી દરમ્યાન અરજદારોને બને તેટલી મદદ માટે સતત પ્રયત્નશીલ રહ્યા હતા.તેઓના હસમુખ સ્વભાવ, નિખાલસતા, ધીરગંભીર,કાર્યકુશળતાના બારોબાર વખાણ કર્યા હતા. વય નિવૃત્તિ બાદ તેઓનું જીવન પરિવાર સાથે આત્મીયતા, નિરોગી, પ્રગતિમય બની રહે તેવી ઉપસ્થિતોએ શુભકામનાઓ પાઠવી હતી.અને પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી, મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા.

મનહરભાઈ પ્રજાપતિની ભાવભીની વિદાય થતી હોય સભાખંડમાં ઉપસ્થિતોની આંખો ભીની થઈ હતી. આ પ્રસંગે જીવનમાં અને નોકરીમાં ઘણા ચઢાવ ઉતાર આવ્યા તેની વાત કરી કોઈ કારણોસર ભૂલ થઈ હોય તો મનહરભાઈએ તમામની માફી માગી હતી.

વિદાય સમારંભ માં પ્રાંત કચેરી સ્ટાફ, મામલતદાર કચેરી સ્ટાફ, રેવન્યુ, એમડીએમ સ્ટાફ સહિત જંબુસર નગર અગ્રણીઓ વિરેનભાઈ શાહ, શૈલેષભાઈ પટેલ, મનનભાઈ પટેલ,વિશાલભાઈ પટેલ,સાકીરભાઈ મલેક, સમીરભાઈ મલેક સહિત સરકારી દુકાન સંચાલકો હાજર રહ્યા હતા.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

Pelli Poola Jada Accessories
best news portal development company in india
Most Read Posts
error: Content is protected !!