best news portal development company in india

નેત્રંગના ચાસવડ ડેરીના ગોડાઉન માંથી ૯૩૫ ઘીના ડબ્બાની ચોરી ખળભરાટ : ૫,૬૧,૦૦૦ ના મુદ્દામાલની ફરિયાદ

SHARE:

– અજાણ્યા ઈસમે ૧૨ ફુટ ઉંચી દિવાલ કુદીને ઘીના ડબ્બાની ચોરી કર્યાના અહેવાલ

(વિજય વસાવા,નેત્રંગ)

નેત્રંગ તાલુકાના ચાસવડ ગામે કાર્યરત શ્રી નેત્રંગ વિભાગ દુધ ઉત્પાદક સહકાર મંડળીના તા.૧૪,૧૭,૨૫ જુન અને તા.૧૩,૧૪ જુલાઈ રાત્રીના અંધકારના સમયમાં કોઈ અજાણ્યા ઈસમે રાત્રીના અંધકારના સમયનો લાભ ઉઠાવી ગોડાઉનની પાછળના ભાગે આવેલ ૧૨ ફુટ ઉંચી દિવાલ ઉપર લગાવવામાં આવેલ પતરના સ્ક્રુ ખોલીને ગોડાઉન માંથી ૧ લીટરના ઘીના બોક્સ નંગ ૭૭ માં ભરેલા ૯૩૫ ઘી ના ડબ્બા ચોરી કરીને ફરાર થઈ ગયો હતો.ગોડાઉનમાં ઘીના ડબ્બાનો સ્ટોક ઓછો દેખાતા ગોડાઉનના મેનેજરે ચાસવડ ડેરીના વ્યવસ્થાપક સમિતિના પ્રમુખ-ઉપપ્રમુખ અને મેનેજરને જાણ કરી હતી.જેમાં ઘીના ડબ્બાનો સ્ટોકની તપાસ કરવામાં આવતા ઘટાડો જોવા મળ્યો હતો.જેમાં ચાસવડ ડેરાના મેનેજર સુરેશભાઈ પટેલે કુલ ૯૩૫ ઘીના ડબ્બા જેની કિંમત ૫,૬૧,૦૦૦ નો મુદ્દામાલની ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ કરતા ચકચાર મચી જવા પામી હતી.

ઉલ્લેખનીય છે કે ચાસવડ ડેરી માંથી ક્રમશ એકસાથે આટલા મોટાજથ્થામાં ઘીના ડબ્બા ચોરી કેવી રીતે થઇ શકે છે? ઘીના ડબ્બાની ચોરીમાં ચાસવડ ડેરીનો જ કોઈ કર્મચારી સંડોવણી હોય શકે છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.આ બાબતે આદિવાસી સમાજના પરસેવાના પૈસાથી ચાસવડ ડેરીનું સંચાલન થાય છે.તેવા સંજોગોમાં ચાસવડ ડેરી માંથી ઘીના ડબ્બાની ચોરીથી તેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

Pelli Poola Jada Accessories
best news portal development company in india
Most Read Posts
error: Content is protected !!