– તંત્ર અને સ્થાનિક નેતાગીરી ધ્યાન આપી વહેલી તકે પુલ બનાવે તેવી લોકોની માંગ
ભરૂચ,
વાલિયા તાલુકાના ડહેલી ગામના લોકો પુલીયાને અભાવે ધસમસતા કીમ નદીના પ્રવાહમાં નનામી લઈ જવા મજબુર બન્યા છે.
છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ જીલ્લાના વાલિયા તાલુકાના ડહેલી ગામમાં વસતા આદિવાસી સમાજમાં ચોમાસામાં કોઈ વ્યક્તિનું નિધન થાય તો ગ્રામજનો માથે હાથ નાંખી વિચારમાં પડી જતા હોય છે.કારણ કે ચોમાસાની સીઝનમાં કીમ નદીમાં ઘોડાપુર આવતા આદિવાસી સમાજના વ્યક્તિનું મોત નીપજ્યુ હોઈ તો તેના અંતિમ સંસ્કાર માટે નદી ઓળંગવી અતિ કઠીન બનતુ હોય છે.તો પણ ગ્રામજનો કમર કે ઘૂંટણ સમા ધસમસતા પાણીના પ્રવાહમાં જીવના જોખમે કીમ નદી પાર કરી આદિવાસી સ્મશાનમાં અંતિમ ક્રિયા માટે જતા હોય છે.ત્યારે મંગળવારની સાંજે કેડ સમા કીમ નદી માંથી નનામી લઈ જીવના જોખમે લોકો પસાર થતા નજરે પડ્યા હતા.
આ અંગે ગ્રામજનોએ અનેકવાર ધારાસભ્ય,ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત સહિત ઉચ્ચકક્ષાએ રજુઆત કરી છે પરંતુ આંધળું અને બહેરુ તંત્ર કંઈપણ સમજવા કે પગલાં લેવામાં ઉદાસીન હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે.
દર ચોમાસામાં આ સમસ્યા સર્જાતી હોય છે તેમ છતાં તંત્ર કે નેતા દ્વારા કોઈપણ પ્રકારનું ધ્યાન ન આપવાના કારણે ચોમાસામાં આવા દ્રશ્યો સામે આવતા હોય છે.ત્યારે આ જ વિસ્તારના ધારાસભ્ય પણ આદિવાસી હોય તેઓ દ્વારા વહેલી તકે અહીં યોગ્ય પૂલ કે નાળુ બનાવવામાં આતે તો આવનાર સમયમાંઅંતિમ સંસ્કાર માટે લોકો નનામી લઈ શકે તે અને અગવડતા ન પડે.
એક તરફ સરકાર છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચ્યો હોવાની વાતો કરી રહી છે તો બીજી તરફ સામે આવતા આવા દ્રશ્યો સરકારના વિકાસની પોલ છતી કરતા હોય છે.ત્યારે જો ખરેખર છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવો હોય તો ટ્રાઈબલ વિસ્તારોમાં પડતી તકલીફોની વહેલી તકે નિરાકરણ લાવવાની જરૂર ઉભી થઈ છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is