– રેલ્વેની મુસાફરી દરમિયાન રેલ્વે એનાઉન્સ સાંભળી એનાઉન્સર બનાવના સપના દ્રષ્ટિહીન હુરબાનું એ સેવ્યા છે
– એમ.ટી.એમ ગર્લ્સ હાઈસ્કૂલ માં સામાન્ય બાળકો સાથે રહી ધોરણ 8 માં અભ્યાસ કરવા સાથે ભરૂચ સ્પેશિયલ બ્લાઇન્ડ સ્કૂલ પણ જાય છે
– દ્રષ્ટિહીન હુરબાનું મોબાઈલ ઓપરેટ સાથે યુટ્યુબની મદદથી ઓનલાઈન અભ્યાસ પણ કરી પોતાની સ્પેશિયલ સ્કીલ શક્તિ બતાવી છે
ભરૂચ,
અંકલેશ્વર પાલિકા સંચાલિત માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલ મકવાણા 3 દિવસ પહેલા પોતાના સોશ્યલ એકાઉન્ટ પર શાળાની એક બાળકીનો રેલ્વે એનાઉન્સમેન્ટ કરતો વિડીયો અપલોડ કર્યો હતો.જે વિડીયો વાયરલ થવા સાથે દ્રષ્ટિહીન ૧૫ વર્ષીય સ્પેશ્યલ ચાઈલ્ડ હુરબાનું મહોમદ જાવેદ લાકડાવાલા ચર્ચાનું કેન્દ્ર બની છે.જન્મજાત દિવ્યાંગ હુરબાનું દ્રષ્ટિહીન છે પણ સપના મોટા અને ઉંચી ઉડાનના હોસલા બુલંદ જોવા મળી રહ્યા છે.સામાન્ય બાળકો સાથે સ્કૂલ માં અભ્યાસ કરતી હુરબાનું 1 થી 8 ધોરણ કન્યાશાળા મુખ્ય 1 માં અભ્યાસ કર્યા બાદ હાલ 8 માં એમ.ટી.એમ ગર્લ્સ સ્કૂલમાં અભ્યાસ કરી રહી છે.છેલ્લા 2 વર્ષ થી ભરૂચ બ્લાઈન્ડ સેન્ટર માં અભ્યાસ કરી રહી છે.ભણીને શું કરશે આપ પૂછશો તો કહે છે કે ભણવું એ આપણા જીવન નો પાયો છે ભણવું તો જ કઈ બની શકીશું એટલે ભણવું જરૂરી છે.તો જન્મજાત દ્રષ્ટિહીન હુરબાનું પોતાની શારીરિક ખામીને ખામી માનતી નથી અન્ય અંગોને પણ એટલું જ મહત્વ આપી તેની કદર કરી તેને વધુ આગળ લઈ જવાની હિંમત સાથે કોલેજ કરી રેલ્વેમાં બસ એનાઉન્સમેન્ટ કરવાની જોબ કરાવી છે તેમ જણાવી રહી છે.
સ્પેશ્યલ ચાઈલ્ડ હુરબાનું અંગે વાત કરતા માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલબેન મકવાણાએ જણાવ્યું હતું કે તેના માં જબરું ટેલેન્ટ છે તે રેલ્વે નું એનાઉન્સમેન્ટ જ નહિ પણ ડિજિટલ ગેજેટ પણ ઉપયોગ કરી રહી છે તો બ્લાઈન્ડ લિપિ માં પણ માહેર છે.અભ્યાસમાં પણ તેનું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રીય હોવા સાથે પોતાની શારીરિક કમીને જ પોતાની તાકાત બની રહી છે.જેને શાળા દ્વારા કોઈપણ મદદ હશે તો સ્પેશ્યલ મદદ કરશે.
પરિવારમાં પોતાની મોટી મમ્મી જોડે વિશેષ લગાવ ધરાવતા હુરબાનું અંગે તેની મોટી મમ્મી ઈરફાનાબાનુ લાકડાવાલાએ જણાવ્યું હતું કે સંયુક્ત પરિવારમાં રહેતા હુરબાનું પોતે દ્રષ્ટિહીન કે દિવ્યાંગ હોવાનો વસવાટો નથી રાખ્યો છે તેને ભણવામાં વિશેષ રુચિ હોવાથી તેને સામાન્ય બાળકો સાથે અભ્યાસ કરાવી રહ્યા છે. તેને બાળકો સાથે સ્કૂલમાં કોઈ સમસ્યા નડતી નથી વધુમાં તેમણે કોલેજ કરી બસ એક જ સપનું છે કે રેલ્વેમાં એનાઉન્સર બનવું છે જે માટે સંપૂર્ણ પરિવાર હાલ તેની મદદ કરી રહ્યો છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is