– દીકરીના નામે રૂ. ૭,૦૦,૦૦૦ વળતર ચૂકવવાનો હુકમ કરતી નર્મદા એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ
– એક વર્ષ પછી ડિલિવરી થતા દીકરીને જન્મ આપ્યો : ભોગબનનારને ત્રાસ આપતા ઝેરી દવા પી આપઘાત કર્યો
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદાની સગીર યુવતીને લગ્નની લાલચ આપી ગર્ભવતી બનાવી તેને દીકરી અવતરતા ભોગ બનનાર યુવતીને આરોપી ઈન્દ્રમણીભાઈ દલસુખભાઈ વસાવા રહે.સોલીયા,ગાયત્રી મંદીર ફળીયુ તા.દેડીયાપાડા જી.નર્મદાને ઈ.પી.કો. કલમ ૩૦૬,૫૦૪,૩૭૬(એ) તથા પોકસો અધિનિયમ કલમ-૪,૬ મુજબના શીક્ષાપાત્ર ગુનાના કામે જીલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે.ગોહિલ ની ધારદાર દલીલો નામ.અદાલતે ગ્રાહ્ય રાખી નામદાર એડી.સેસન્સ જજ એ.વી.હીરપરાની કોર્ટે આરોપીને ઈ.પી.કો કલમ-૫૦૪,ઈ.પી.કો કલમ-૩૭૬(એ) તથા પોકસો એકટ કલમ ૪ અને ૬ ના ગુના સબબ ૨૦ વર્ષની કેદ તથા રૂ.૫૦,૦૦૦ દંડ, તકસીરવાર ઠેરવી ૨૦ વર્ષની કેદની સજાનો ૫૦,૦૦૦ દંડની સજાનો તથા રૂ. ૭,૦૦,૦૦૦ વળતરનો હુકમ આજરોજ ફરમાવેલ છે.
કેસની હકીકત એવી છે કે આ કામના આરોપીએ ગુનો જાહેર થયાના બે વર્ષ પહેલા આ કામના ભોગ બનનાર જોડે પ્રેમ સંબંધ હતો અને જે તે સમયે ભોગબનનાર નો ઉંમર ૧૪ વર્ષ ૮ માસ હતી.તે સમયે આ કામના આરોપીએ આ કામના ભોગ બનનારને લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધી ગર્ભવતી કરેલી હતી.પરંતુ ફરી યાદીને લખતા-વાંચતા ન આવડતું હોવાથી અને કાયદાનું જ્ઞાન ન હોવાથી જે તે સમયે ફરીયાદીએ કાયદાકીય પોલીસ કાર્યવાહી કરેલ ન હતી. અને તે પછી ગુનો જાહેર થયાના એક વર્ષ પહેલા ભોગ બનનારને ડીલીવરી થતા દિકરીનો જન્મ થયેલ હતો અને તે પછી ભોગ બનનાર આ કામના આરોપીના ઘરે જતા તેઓએ જણાવેલ કે, “તુ બિમાર જેવી રહે છે. જેથી હું તને મારી સાથે રાખવાનો નથી.” ત્યાર બાદ ભોગબનનાર અવાર-નવાર આ કામના આરોપીના ઘરે જતી હતી પરંતુ આરોપીએ ભોગ બનનારને સ્વીકાર કરેલ નહીં અને ભોગ બનનારને ગાળો બોલી કાઢી મુકતા હતા.જેથી આ કામના ભોગબનનાર અને તેમની દિકરી ફરીયાદી સાથે જ રહેતા હતા. તા. ૧૪/૦૯/૨૦૨૨ ના રોજ ફરીયાદી બપોરે ખેતરે થી પોતાના ઘરે જતા જોયુ કે પોતાના ઘરની બહાર માણસોનું ટોળુ ઉભુ છે, અને ઘરમાં જઈને જોતા જાણવા મળ્યું કે ભોગબનનારે જાતે ઝેરી દવા પીતા બેભાન હાલતમાં પડેલ હતી અને તેને સારવાર માટે રાજપીપળા લઈ જતા સારવાર દરમ્યાન જ ભોગ બનનાર મરણ ગયેલ છે.આમ આ કામના આરોપી ભોગ બનનાર અને તેની દિકરીનો સ્વીકાર કરતો નથી અને અને ગાળો આપી કાઢી મુકતો હોય જે બાબતભોગ બનનારને મરવા માટે મજબુર કરતા આ કામના ભોગબનનાર જાતે ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન મરણ ગયેલ છે.
સદર કેસ રાજપીપળાની એડી.સેસન્સ કોર્ટના જજ એ.વી.હિરપરાની કોર્ટમાં ચાલી ગયો હતો.જેમાં ફરીયાદી તર્ફે જીલ્લા સરકારી વકીલ જીતેંદ્રસિંહ જે.ગોહીલે ફરીયાદી પક્ષે સાહેદો સાયન્ટીફિક પુરાવાઓ તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ નામદાર હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જજમેન્ટો તથા લેખીત તથા મૌખીક દલીલો રજૂ કરી નામદાર કોર્ટે સદર પુરાવાઓને ધ્યાનમાં રાખી આરોપીને તકસીરવાર ઠેરવી ૨૦ વર્ષની કેદ તથા રૂ.૫૦,૦૦૦ દંડની સજાનો તથા રૂ. ૭,૦૦,૦૦૦ વળતરનો હુકમ ફરમાવેલ છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is