– ડી.આર.એ નર્મદા બાસપોર્ટ પ્રા.લી ના સંચાલકો દ્વારા ૨૦ હજાર મે.ટન સાદી માટી ખોદકામની મંજૂરી સામે ૯૦ હજાર કરતા વધુ મે.ટન ખોદકામ કર્યું
– આરટીઆઈ એક્ટિવિસ્ટ રાજેશ પંડિત દ્વારા આરટીઆઈ થતા ભાંડો ફુટતા કાર્યવાહીની માંગ કરી હતી
– ભૂસ્તર શાસ્ત્રી રચના ઓઝા દ્વારા તટસ્થ કાર્યવાહી કરતા બે કરોડ ઉપરાંતનો દંડ ફટકારતા ચકચાર
– ૩૦ દિવસમાં દંડ ભરવા હુકમ કરાયો : હુકમથી અસંતોષ હોય તો ૩૦ દિવસમાં અધિક નિયામક ગાંધીનગરને અપીલ કરી શકાશે
ભરૂચ,
ભરૂચના સ્ટેશન રોડ પર નિર્માણ પામેલ સીટી સેન્ટરના સંચાલકોને ખાણ અને ખનીજ વિભાગે પરમિટ કરતાં વધુ પ્રમાણમાં માટી ખોદવા બદલ રૂપિયા ૨.૨૩ કરોડનો દંડ ફટકારતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભરૂચના સ્ટેશન રોડ પર પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપના આધારે ડી.આર.એ નર્મદા બસ પોર્ટ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા અત્યાધુનિક સિટી સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે.આ સિટી સેન્ટરના નિર્માણમાં ૨૦,૦૦૦ મેટ્રિક ટન સાદી માટીના ખોદકામ માટે ખાણ અને ખનીજ વિભાગ દ્વારા પરમીટ આપવામાં આવી હતી.જો કે આ અંગે આરટીઆઈ એક્ટિવીસ્ટ રાજેશ પંડિતે વધુ ખોદકામ કરાયુ હોવાની ફરિયાદ સાથે વર્ષ ૨૦૨૨ માં ખાણ અને ખનીજ વિભાગને અરજી આપી હતી.જે બાદ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતા પરમીટ કરતા વધુ પ્રમાણમાં માટી ખોદકામ કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું.તંત્રની તપાસમાં કુલ ૧,૧૦,૫૮૦ મેટ્રિક ટન સાદી માટેનું ખોદકામ કરવામાં આવ્યું હોવાનું બહાર આવતા ખાણ અને ખનીજ વિભાગ દ્વારા ડી.આર.એ નર્મદા બસ પોર્ટ પ્રાઈવેટ લિમિટેડ કંપનીને રૂપિયા ૨.૨૩ કરોડનો દંડ ૩૦ દિવસમાં ભરવા માટે હુકમ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
તો બીજી તરફ ભૂસ્તર વિભાગ દ્વારા ૨.૨૩ કરોડ ઉપરાંતનો દંડ ભરવા હુકમ થતા ડી.આર.એ નર્મદા બસ પોર્ટ પ્રા.લી ના સંચાલકો દ્વારા અધિક નિયામક ગાંધીનગર અપીલ કરી હોવાની માહિતી સાંપડી રહી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is