best news portal development company in india

ભાજપના પૂર્વ વન મંત્રી મોતિસિંહ વસાવાના ગામના અને કુટુંબના વ્યક્તિઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા

SHARE:

– અરવિંદ કેજરીવાલ, ઈસુદાન ગઢવી  અને ધારાસભ્ય ચૈતર વસાવા એ ખેસ પહેરાવીને ઘેમલસિંહ વસાવા સહિત ઘણા આગેવાનોનું AAPમાં સ્વાગત કર્યું

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં ખૂબ જ તેજીથી આગળ વધી રહી છે. ગતરોજ અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાત જોડો સદસ્યતા અભિયાનની જાહેરાત પણ કરી અને હવે આગામી સમયમાં વધુમાં વધુ લોકોને આમ આદમી પાર્ટીમાં જોડવામાં આવશે. આ સાથે ગતરોજ પૂર્વ વન મંત્રી મોતિસિંહ વસાવાના ગામના અને એમના કુટુંબના વ્યક્તિઓ માજી સરપંચ ઘેમલસિંહ વસાવા સહીત આગેવાનો રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.અરવિંદ કેજરીવાલ, ઈસુદાન ગઢવી અને ધારાસભ્ય ચૈતર વસાવાએ ખેસ પહેરાવીને ઘેમલસિંહ વસાવા સહિત ઘણા આગેવાનોનું આપમાં સ્વાગત કર્યું હતું.

ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આજના સમયમાં ભાજપ સરકારની જનવિરોધી નીતિઓ અને કોંગ્રેસની નિષ્ક્રિયતા જોઈને લોકોમાં નિરાશા ફેલાઈ છે.લોકો હવે એવી પાર્ટી શોધી રહ્યા છે જે ખરેખર તેમના માટે કામ કરે અને દેશ-ગુજરાતને આગળ વધારવાની તાકાત રાખે. લોકોનો એ વિશ્વાસ આમ આદમી પાર્ટી ઉપર મજબૂત બની રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કોઈ પણ તફાવત રહ્યો નથી. બંને પક્ષો માત્ર ભ્રષ્ટાચારમાં મગ્ન છે,પરંતુ સામાન્ય માણસની સમસ્યાઓ ઉકેલવામાં બંને નિષ્ફળ સાબિત થયા છે.બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા જે રીતે દિલ્હી અને પંજાબમાં સરકારી શાળાઓ, હોસ્પિટલો અને જનહિતના કામો થયા છે તે જોઈને લોકો આમ આદમી પાર્ટીમાં જોડાય રહ્યા છે.ભાજપથી નારાજ થઈ અને આમ આદમી પાર્ટીની કામની રાજનીતિને પસંદ કરી ઘેમલસિંહ વસાવા સહિત ઘણા આગેવાનોએ આમ આદમી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.આમ આદમી પાર્ટી ઈમાનદાર લોકોનું હંમેશા સ્વાગત કરે છે જેમણે ગુજરાતમાં પરિવર્તન લાવવાનો સંકલ્પ કર્યો છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

Pelli Poola Jada Accessories
best news portal development company in india
Most Read Posts
error: Content is protected !!