– પ્રતિબંધિત ગાંજાનો જથ્થો ઝડપાતાં પોલીસે નાયબ મામલતદાર તેમજ તલાટીઓની હાજરીમાં પંચનામુ કર્યુ
આમોદ,
આમોદ પોલીસે ગત રોજ રાત્રીના સમયે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પાછળના ગેટ પાસે ગાંજો વેચવાના ઈરાદે પોતાના કબજા ભોગવટાના ગલ્લામાં ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે બાપ દીકરાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આમોદ પોલીસના જણાવ્યા મુજબ આમોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાસે આવેલા પાછળના ગેટ ઉપર એક ગલ્લામાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વેચાણ કરવામાં આવે છે તેવી બાતમીને આધારે આમોદ પોલીસે રેડ કરી જયન્તીભાઈ ભગવાનભાઈ વસાવા ઉ.વ.૫૯ તથા જયેન્દ્રભાઈ જયન્તીભાઈ વસાવા ઉ.વ.૨૬ બન્ને રહેવાસી.આમોદ તાલુકા પંચાયત નવીનગરી જી.ભરૂચની ધરપકડ કરી હતી.પોલીસે બાપ દીકરા પાસેથી ગાંજોનો જથ્થો જપ્ત કરી નારકોટ્રીકસ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપીક સબસ્ટાન્સીસ એકટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઉપરાંત આમોદ પોલીસે ગાંજાનો જથ્થો પકડ્યા બાદ નાયબ મામલતદાર તેમજ બે તલાટીઓની હાજરીમા ગાંજાનું વજન કરાવી પંચનામુ કર્યુ હતું.દુકાનના ગલ્લાની આડમાં બાપ દીકરાએ પોતાના આર્થિક લાભ માટે પ્રતિબંધિત કેફી પદાર્થ ગાંજાને વેચાણ કરવાના ઈરાદે રાખતા પોલીસે ગાંજોનો ૧૩૦.૧ ગ્રામ ની કિં.રૂ.૧૩૦૧ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આમોદ પોલીસે રાત્રીનાં સમયે ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી હાથધરી હતી.જેની તપાસ વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર એસ.ડી.ફુલતરીયા ચલાવી રહ્યા છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is