– જીવન પરિવાર સાથે સારી રીતે ગુજારે અને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી : ઈન્ચાર્જ જેલ અધિક્ષક
– ૧૪ વર્ષ બાદ જેલ માંથી મુક્ત થતા પરિવારજનોમાં હર્ષની લાગણી : જેલ મુક્ત થતા મુક્તિદાયી હનુમાનજીના દર્શન કર્યા
ભરૂચ,
ભરૂચ જીલ્લાના અંકલેશ્વરના નવા દીવા ખાતે રહેતા નવીન પટેલ સામે હત્યાનો ગુનો નોંધાયો હતો જે બાદ તેઓની અટકાયત થતા તેઓને આજીવન કેદની સજા થઈ હતી.જેઓ ની ૧૪ વર્ષ બાદ જેલ મુક્તિ થતા તેઓને જેલ મુક્ત કરવામાં આવતા પરિવારજનોમાં ખુશી સાથે હર્ષની લાગણી જોવા મળી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર અંક્લેશ્વર સિટી પોલીસ સ્ટેશનમાં ગુના રજી.નંબર ૩૨૦/૧૯૯૧ ઈ.પી.કો કામ ૩૦૨ નો ગુનો નવીન પટેલ વિરુધ્ધ નોંધાયો હતો.જે બાદ ૨૦૦૪ માં તેઓને આજીવન કેદની સજા કોર્ટ દ્વારા કરવામાં આવતા નવીન પટેલ દ્વારા ચુકાદાને પડકારી નામદાર ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો.જે લાંબા સમય સુધી ચાલ્યા બાદ ૨૦૦૯ માં કેસ ડિસમિસ થતા તેઓને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપેલ અને તેઓ પાકા કામના કેદી તરીકે સજા કાપી રહ્યા હતા.જે બાદ પુનઃ નામદાર સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરતા સુપ્રીમ કોર્ટ દ્વારા તેઓને જામીન મુક્ત કરવામાં આવ્યા હતા.નવીન પટેલ જામીન મુક્ત થયા બાદ તેઓએ નોકરી કરી પરિવાર સાથે ગુજરાન ચલાવતા હતા.જે બાદ ૨૦૧૫ માં સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલ અપીલ ડિસમિસ થતા ૨૦૧૬ માં તેઓને વડોદરા મધ્યસ્થ જેલમાં હાજર થયેલ અને ત્યાં જ્યુડિશિયલ વિભાગમાં કામગીરી નિભાવતા હતા.તેઓની કામગીરી સારી રહેતા ભરૂચ જીલ્લા જેલ ખાતે ૧૨-૦૫-૨૦૨૪ ના રોજ વોર્ડન તરીકે હાજર થયા હતા.
મર્ડરના ગુનામાં આજીવન કેદની સજા પામેલ અને ભરૂચ જીલ્લા જેલમાં આવેલ પાકા કેદી નવીન પટેલને ૧૪ વર્ષ વીત્યા હોવાથી અને તેઓની જેલમાં સારી કામગીરી હોવાથી તેઓને વહેલી મુક્તિ મળી તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
ભરૂચ જીલ્લા જેલના ઈન્ચાર્જ અધિક્ષક વી એમ ચાવડાએ જણાવ્યું હતું કે ભારતીય ન્યાય સંહિતાની કલમ-473 મુજબ પાત્રતા ધરાવતાં કેદીની વહેલી મુક્તિ માટે જરૂરી કાર્યવાહી હાથધરી હતી.સંબંધિત અધિકારીઓ અને જેલ સલાહકાર સમિતિ પાસેથી હકારાત્મક અભિપ્રાય મેળવી સરકારને દરખાસ્ત મોકલવામાં આવી હતી.રાજ્ય સરકારે બાકી રહેલી સજા માફ કરી તેમને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.જેથી તેઓની ભગવદ્દ ગીતા આપી બાકીનું જીવન પરિવાર સાથે સારી રીતે ગુજારે અને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવીને વિદાય આપી હતી.
નવીન પટેલ જેલ બહાર આવતાં તેમના પરિવારજનો અને સ્નેહીજનોમાં હર્ષની લાગણી જોવા મળી હતી અને લાંબા સમય પછી મળતાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા અને ખુશીની લહેર જોવા મળવા સાથે તેઓને ફુલહાર કરી આવકાર્યા હતા.તો નવીન પટેલ દ્વારા જેલ સ્ટાફ અને પરિવારજનોને મોઢું મીઠું કરાવા જેલ પટાંગણમાં આવેલ મુક્તિદાયી હનુમાનજીના દર્શન કરી બાકી નું જીવન પરિવાર સાથે શાંતિથી અને સમાજ માટે ઉપયોગી થાય તેવા પ્રયત્નો કરશે તેમ નવીન પટેલે જણાવ્યું હતું.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is