google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, April 14, 2024
HomeGujaratભરૂચ જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં ૨૨.૬૫ કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર

ભરૂચ જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં ૨૨.૬૫ કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર

- ૨.૨૯ કરોડનું પુરાંતવાળુ બજેટ મંજૂર કરાયું : વિવિધ વિકાસલક્ષી કામો હાથ ધરાયા

ભરૂચ,  

ભરૂચ જીલ્લા પંચાયતના સ્વભંડોળના ૨૨.૬૬ કરોડ સહિત રાજય પ્રવૃત્તિનાં અનુદાન સહિત કુલ રૂપિયા ૮૩૮.૧૫ કરોડનો વ્યાપ ધરાવતાં બજેટને સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂરીની મ્હોર મારવામાં આવી હતી.          

ભરૂચ જીલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયાની અધ્યક્ષતામાં જીલ્લા પંચાયત સભાખંડ ખાતે સામાન્ય સભા મળી હતી.જેમાં ગત વર્ષનું સુધારેલ બજેટ અને આગામી ૨૦૨૪-૨૫ ના ૨.૨૮ કરોડની પુરાંત વાળું બજેટ જેમાં ૨૨.૬૬ કરોડની આવક સામે ૨૦.૩૭ નો ખર્ચ અંડાજવામાં આવેલ બજેટને મંજૂર કરવા સાથે વિવિધ ૧૧ એજન્ડા પર ચર્ચા વિચારણા કરી મંજૂરીની મ્હોર મારવામાં આવી હતી.ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે બજેટનો વ્યાપ વધારવામાં આવ્યો હતો. જેમાં પંચાયત અને વિકાસ ક્ષેત્રમાં સ્ટેમ્પ ડયુટીના  વિકાસનો કામોમાં ૮ કરોડની જોગવાઈ કરેલી છે.જે ગત વર્ષે ૬.૨૫ કરોડની જોગવાઈ કરેલ હતી.આરોગ્ય ક્ષેત્રે ૨.૩૧ કરોડ, પશુપાલન ક્ષેત્રમાં ૩.૨ લાખ માંથી વધારો કરીને ૫લાખની જોગવાઈ કરેલ છે.જાહેર બાંધકામ ક્ષેત્રે ગત વર્ષે સુધારેલ જોગવાઈ ૬.૯૮ કરોડ હતી.જે આ ૭.૩૧ કરોડ કરેલ છે.નાની સિંચાઈ ક્ષેત્રમાં ૪૪.૫૦ લાખની જોગવાઈ કરેલ છે જે ગત વર્ષે ૨૮ લાખ હતી.આવી જ રીતે પંચાયતનાં સ્વભંડોળમાં વધારો થાય તે માટે ભરૂચ જીલ્લાના હોડીઘાટ અને જીલ્લા પંચાયતની મિલકતોને ભાડાની આવક વધુ થાય તેવા પ્રયત્નોના ભાગરૂપે પારદર્શક ઓનલાઈન ટેન્ડર અને જેમ પોર્ટલ પરથી હોડીઘાટની હરાજી કરવામાં આવેલ હોવાનું જીલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયાએ જણાવી બજેટને સર્વાંગી વિકાસલક્ષી ગણાવ્યું હતું અને સાથે સાથે રામ મંદિરનું નિર્માણ થતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માનતો ઠરાવ પણ પસાર કરવા આવ્યો હતો.

સામાન્ય સભામાં જીલ્લા વિકાસ અધિકારી પી.આર જોષી,કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિત વિવિધ સમિતિના ચેરમેન અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!