google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Wednesday, May 22, 2024
HomeCrimeઝઘડિયા નગર ખાતે લગ્ન પ્રસંગમાં થયેલ ઝઘડામાં રીંગ પાનાથી ઉપરાછાપરી ઘા મારી...

ઝઘડિયા નગર ખાતે લગ્ન પ્રસંગમાં થયેલ ઝઘડામાં રીંગ પાનાથી ઉપરાછાપરી ઘા મારી ૨૨ વર્ષીય યુવકની હત્યા

- લગ્નમાં નાચતી છોકરીઓને પથ્થર મારનાર ઇસમને સમજાવવા ગયેલ યુવકની હત્યા - લગ્ન પ્રસંગના ઉત્સાહમય માહોલ વચ્ચે યુવકની હત્યા થતાં લગ્નનો આનંદ માતમમાં ફેરવાયો

(જયશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે એક લગ્ન પ્રસંગમાં એક યુવકની હત્યા થઇ હોવાની ઘટના બનતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
ઝઘડિયા પોલીસ માંથી મળતી વિગતો મુજબ ઝઘડિયાના મોહનફળિયા વિસ્તારમાં એક લગ્ન પ્રસંગ હોઈ લગ્નમાં આમંત્રિત મહેમાનો તેમજ ગ્રામજનો આવેલ હતા.લગ્નના પ્રસંગને લઈને રાતના નાચવાનો કાર્યક્રમ ચાલતો હતો.આ દરમ્યાન ઉમેશ રણછોડભાઈ વસાવા રહે.મોહનફળિયું ઝઘડિયાના લગ્નમાં નાચતી છોકરીઓને પથ્થર મારતો હતો.તે પૈકી એક પથ્થર ઝઘડિયાના ગાયત્રી ફળિયામાં રહેતી પ્રિયંકાબેન વસાવા નામની યુવતીને ડાબા પગમાં વાગ્યો હતો,જેથી પ્રિયંકાબેને ઉજ્જવલ ગીરીશભાઇ વસાવા નામના યુવાનને આ બાબતે જાણ કરીને પથ્થર મારનાર ઉમેશને સમજાવવાનું કહ્યું હતું. ત્યારે ઉજ્જવલ વસાવાએ ઉમેશ પાસે જઇને કહ્યું હતું કે આવી રીતે પથ્થર ના માર કોઇને વાગી જશે.આ સાંભળીને ઉમેશ વસાવા ઉજ્જવલને ગાળો બોલવા લાગ્યો હતો.ઉજ્જવલ વસાવાએ ઉમેશને ગાળો બોલવાનું ના કહેતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને તેની સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો.આ ઝઘડા દરમિયાન ઉમેશે તેની પાસે રહેલ રીંગ પાનાથી ઉજ્જવલ વસાવાની છાતી પર ઉપરાછાપરી ઘા માર્યા હતા.જેને લઈને ઉજ્જવલને ગંભીર ઈજા થતાં તેને સારવાર માટે લઈ જવાયો હતો પરંતું ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ યુવક ઉજ્જવલનું મોત નીપજ્યું હતું.આ ઘટના સંદર્ભે પ્રિયંકાબેન જયેશભાઈ વસાવા રહે.ગાયત્રી ફળિયું ઝઘડિયાનાએ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ઉમેશ રણછોડભાઈ વસાવા રહે.મોહનફળિયું ઝઘડિયાના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર તપાસ હાથધરી હતી.લગ્ન પ્રસંગમાં નાચતી વખતે થયેલ સામાન્ય બોલાચાલી બાદ એક આશાસ્પદ યુવકની હત્યા થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!