(વિજય વસાવા,નેત્રંગ)
નેત્રંગ નગરમાં ચોમાસાની શરૂઆત થતા જ કેટલાક વિસ્તારોના રોડ રસ્તાઓ પર વરસાદી પાણીના ભરાવા સાથે કાદવ કિચડ વાળા થતા નગરજનો હેરાનપરેશાન થઈ રહ્યા છે.તો બીજી તરફ નવા રોડ રસ્તાનુ નવીનિકરણ થયા બાદ વરસાદી પાણીની સાથે સાથે ગટરના ગંધાતા પાણી ગાંધીબજાર ખાતે આવેલ જલારામ મંદિર કમ્પાઉન્ડ માંથી બેફામ પણે વહેતા સ્થાનિક રહીશો સહિત મંદિરે દેવ દર્શન આવતા ભાવિકભકતો તંત્ર પ્રત્યે રોષ વ્યક્ત કરી રહ્યા છે.
નેત્રંગ નગરમાં ગાંધીબજારથી સો મીલ વાળા રસ્તા પર દર ચોમાસની સિઝન દરમ્યાન નીચાણવાળા રોડ પર વરસાદી પાણી ભરાતા કાદવ કિચડ વારો રસ્તો થતા સ્થાનિક રહીશો સહિત રોજબરોજ મંદિરોએ, દેરાસર સહિત બેંક, પોસ્ટ તેમજ અન્ય કામ અર્થે જતા લોકો હેરાનપરેશાન થઈ રહ્યા છે.
જેમાં ખાસ કરીને સ્થાનિક ગરીબ રહીશોના બાળકોએ આ કાદવ કિચડ વાળા રસ્તા માંથી ચાલીને શાળાઓમાં જવા માટે પસાર થવુ પડતુ હોવાના કારણે તેવોના કપડાથી લઈને દકતર કદાવ કિચડ વાળા થાય છે.આવા રસ્તાઓ પર પગ લપસી જતા બાળકો પડી જવાના બનાવો પણ અવારનવાર બની રહ્યા છે.
આવિસ્તારમા રોગચાળો ફેલાઈ તેવી દહેશત સેવાઈ રહી છે.બીજી તરફ નેત્રંગ ગ્રામપંચાયત થી લઈને જલારામ મંદિર સુધી નવા રોડનુ નવીનિકરણ કરવામા આવતા પાણી નિકાલ બાબતે તંત્ર થકી કોઈ દયાન નહિ આપવામા આવતા વરસાદી પાણીની સાથે સાથે ગટરના ગંધાતા પાણી સીધુ જલારામ મંદિર કમ્પાઉન્ડ મા જતુ હોવાથી સ્થાનિક રહીશોથી માંદીને મંદિરે દેવ દર્શન આવતા ભાવિક ભકતજનો હેરાનપરેશાન થઈ રહ્યા છે. નગરના અન્ય વિસ્તારો મા પણ રોડ રસ્તા ઉપર ખાડાઓ તેમજ કાદવ કિચડ વાળા જોવા મળી રહ્યા છે.જે બાબતે પ્રજાજનોની તકલીફોને ગ્રામપંચાયતનું વહીવટી તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવુ નગરજનોમા ચર્ચાઈ રહ્યુ છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is