– ડેડીયાપાડા અને સાગબારાના હાઈવે અને રસ્તાઓનું તાત્કાલિક સમારકામ જરૂરી: ચૈતર વસાવા
– આંગણવાડી કર્મચારીઓને BLOના ઓર્ડર રોકવામાં આવે: ચૈતર વસાવા
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ડેડીયાપાડા અને સાગબારાના વિકાસ માટે તમામ મહત્વપૂર્ણ મુદ્દા જિલ્લાની સંકલન બેઠકમાં આજે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી હતી. આ બેઠકમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ અનેક મુદ્દાઓ પર પોતાની રજૂઆત કરી હતી. આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એક વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ડેડીયાપાડા અને સાગબારા તાલુકાની સંકલન બેઠકમાં આજે અમે સામેલ થયા હતા.આ બેઠકમાં અમે આ બંને તાલુકાના લોકહિતના પ્રશ્નો મુદ્દે રજૂઆત કરી હતી અને તાત્કાલિક ધોરણે તેનું નિવારણ આવે તે માટે અધિકારીઓ સાથે વાત કરવામાં આવી છે. ખાસ કરીને નેશનલ હાઈવે, સ્ટેટ હાઇવે અને ડિસ્ટ્રીક હાઈવેમાં જ્યાં પણ સમારકામની જરૂરત છે તે તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેની વાત કરવામાં આવી છે.ઘણી જગ્યાએ આંગણવાડીઓના મકાનો નથી તો આ આંગણવાડીઓના મકાન તાકીદે બનાવવામાં આવે તેની વાત કરવામાં આવી છે. આયુષ્માન ભારતના જે સબ હેલ્થ સેન્ટરો છે તેમાં કર્મચારીઓ સમય પર હાજર નથી રહેતા તેવી ફરિયાદો આવી રહી છે અને જેના કારણે લોકોને અગવડતા પડી રહી છે. માટે આ સમસ્યાનું પણ સમાધાન જલ્દી લાવવામાં આવે તેની વાત કરી છે.
વન અધિકાર અધિનિયમ અંતર્ગત જે પણ લોકોને સનદ મળી છે અને કેટલાકના દાવા પેન્ડિંગ છે એમની પણ એક ચકાસણી કરીને અને સર્વે કરીને તેમનું નિરાકરણ લાવવામાં આવે તે બાબતે પણ વાત કરવામાં આવી છે.આ સિવાય બીજી અન્ય તમામ બાબતો જેમ કે સ્વચ્છતા હોય, કુપોષણ હોય, સ્વાસ્થ્ય હોય, શિક્ષણ હોય, સિંચાઈ હોય, અને વીજળીને લઈને પણ અમારી ચર્ચા થઈ છે. આ તમામ બાબતો પર અધિકારીઓએ હકારાત્મક જવાબો આપ્યા છે અને મેં જે પણ પ્રશ્નોની રજૂઆત કરી છે તે બાબતે જલ્દીથી નિરાકરણ આવે તે માટે તેઓએ ખાતરી આપી છે. આંગણવાડીના કર્મચારીઓને BLOના ઓર્ડર મળ્યા છે તો તેને અટકાવવામાં આવે, જો આંગણવાડીના કાર્યકરોને BLOની કામગીરી આપવામાં આવશે તો નાના બાળકોને સાચવશે કોણ? શિક્ષકોની ઘટ છે તેમ છતાં પણ શિક્ષકો પાસે BLOના કામ આપવામાં આવે છે તે બાબતે પણ મેં ધ્યાન દોર્યું છે. સાથે સાથે મોવી થી ડેડીયાપાડા રોડમાં વચ્ચે જે પુલ તૂટ્યો છે તેમાં સરકાર અને અધિકારીઓની બેદરકારી દેખાય છે તો હવે તે પણ ચાલુ કરવામાં આવે આવી તમામ બાબતોને લઈને અમે જિલ્લા સંકલન મિટિંગમાં ચર્ચા કરી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is