– જમીનનો કબ્જો પરત મેળવવા કોર્ટમાં દાવો કરવામાં આવ્યો
– લેન્ડ ગ્રેબિગ મુજબ કાર્યવાહી કરવા કંપનીના તમામ ડિરેક્ટરો અને મેનેજર સહિત તમામ સામે જીલ્લા કલેકટર ફરિયાદ દાખલ કરવા અરજી આપવામાં આવી
– કોહલર કંપની દ્વારા ગેરકાયદેસર રીતે તલોદરા ગ્રુપ ગ્રામ પંચાયતની જમીન પર કબજો કરી દિવાલ બનાવી દેવામાં આવી હોવાનો સરપંચનો આક્ષેપ
(જયશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડિયા તાલુકાની તલોદરા ગ્રામ પંચાયત દ્વારા પંચાયતની જમીન ઉપર કોહલર ઈન્ડિયા કોર્પોરેશન પ્રાઈવેટ લિમિટેડ કંપની દ્વારા બિન અધિકૃત કબજો કરતા તમામ ડિરેક્ટરો અને મેનેજર સામે ભરૂચ કલેકટર સમક્ષ લેન્ડ ગ્રેબીગની ફરિયાદ દાખલ કરી, તેમજ ઝઘડિયા કોર્ટમાં કંપની પાસે થી જમીન પર ગેરકાયદેસર કરેલ કબજો પરત લેવા દાવો દાખલ કર્યો હતો.
બનાવની વિગત એવી છે કે ભરૂચ જીલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ કોહલર ઈન્ડિયા કોર્પોરેશન પ્રાઈવેટ લિમિટેડ કંપની દ્વારા તલોદરા ગૃપ ગ્રામ પંચાયતની જમીન જે સંપાદન પણ થઈ નથી તેમ છતાં મનસ્વી રીતે ગેરકાયદેસર રીતે બિન અધિકૃત કબ્જો કરી કમ્પાઉન્ડ વોલ બનાવી દેવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે,તલોદરા ગૃપ ગ્રામ પંચાયત દ્વારા અવારનવાર કંપનીને તેમજ જવાબદાર રેવેન્યૂ અધિકારીઓને જમીનનો કબજો પરત મેળવવાની ઘણી રજૂઆતો કરી હતી.પરંતુ અત્યાર સુધી કોઈ પરિણામ આવ્યું નથી,જેથી તલોદરા ગૃપ ગ્રામ પંચાયત દ્વારા વડોદરાના એડવોકેટ રાકેશ ડી પરમારને વકીલ તરીકે નિમેલા અને તેઓના મારફતે અને સલાહ મુજબ કોહલર ઈન્ડિયા કોર્પોરેશન પ્રાઈવેટ લિમિટેડ કંપની ઝઘડિયાના તમામ ડિરેક્ટરો અને મેનેજર સામે ભરૂચ કલેકટર સમક્ષ લેન્ડ ગ્રેબીગ ની ફરિયાદ દાખલ કરી હતી તેમજ ઝઘડિયા કોર્ટમાં કોહલર કંપની દ્વારા ગેરકાયદેસર કબજો પરત લેવા દાવો દાખલ કર્યો હતો.તલોદરા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ અને વકીલ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે આવી મોટી કંપનીઓ દ્વારા અધિકારીઓના મેળાપીપણામાં સરકારી જમીન ઉપર બિન અધિકૃત કબજો કરતા હોય છે તેવા ઘણા બનાવો બને છે અને જીઆઈડીસી માં તેનો દાખલો બેસે તે માટે આ કાર્યવાહી કરવાની ફરજ પડી છે અને આવી ઘટનાઓ કંપનીઓ સામે માટે લાલબત્તી સમાન છે તેમ જણાવ્યું હતું.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is