આમોદ,
આમોદ નગર વિસ્તારમાં મોહરમ માસ ના નવમા ચાંદે તાજિયા શહેરના અલગ – અલગ વિસ્તાર માંથી નીકળી વાવડી ફળીયામાં જુમ્મા મસ્જિદના અખાડા ઉપર જતા હોય છે.જે તાજિયા જવાના રૂટ પર અગાઉ થયેલ શાંતિ સમિતિની મીટીંગ દરમ્યાન લેખિત અને મૌખિક રજૂઆત કરી હોવા છતાં નગરપાલિકા દ્વારા તાજીયા રૂટ ઉપરના ખાડા નહી પુરાવતા તેમજ નડતર રૂપ બાવળ કટીંગ નહી કરતાં તાજીયા કમિટીના સભ્યોમાં પાલિકાની કામગીરી સામે ઉગ્ર રોષ જોવા મળ્યો હતો.
જેથી વોર્ડ નંબર પાંચના સદસ્ય ઈરફાન રાણા પોતાના સમર્થકો તેમજ તાજિયા કમિટીના સભ્યો સાથે નગરપાલિકા કચેરીએ ટોળાં સાથે ધસી ગયા હતાં અને ‘નગરપાલિકા હાય હાય’ તેમજ ‘હાય રે ભાજપ હાય હાય’ના સૂત્રો પોકાર્યા હતાં .
નગરપાલિકા કચેરી ખાતે પ્રમુખ કે મુખ્ય અધિકારી હાજર ના હોવાથી નગર પાલિકાના સેનેટરી ઇન્સ્પેકટરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.જ્યાં ઉગ્ર રજૂઆતોને કારણે વાતાવરણ તંગ બન્યું હતું.જ્યારે પ્રમુખ જલ્પા પટેલને વોર્ડ સદસ્ય ઈરફાન રાણાએ બે – થી ત્રણ વાર ફોન કરવાં છતાં ફોન ઉઠાવ્યો નહોતો.ત્યાર બાદ મુખ્ય અધિકારીને ફોન કરતા મુખ્ય અધિકારીએ તાજીયા રૂટની સાફ સફાઇ તેમજ ખાડા પુરાવવાની બાહેંધરી આપતાં મામલો થાળે પડ્યો હતો.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is