best news portal development company in india

ઝઘડિયાના નાનાસાજાં ફાટકથી ગોવાલી – મુલદ રોડને ૩૦ સપ્ટેમ્બર સુધી ભારે વાહનો માટે બંધ કરાયો

SHARE:

– ગોવાલી મુલદ માર્ગ પર બંને તરફ કોંક્રીટ રસ્તાની કામગીરી ચાલુ હોય ભારે વાહનોને આવવા જવા વાયા રાજપીપળા ચોકડી અંકલેશ્વરથી ડાયવર્ટ કરાયા

– ભરૂચ અધિક કલેકટર દ્વારા ભારે વાહનો માટે પ્રતિબંધનુ જાહેરનામું બહાર પડાયું

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ઝઘડિયા તાલુકાના નાનાં સાજાં ફાટકથી વાયા ગોવાલી મુલદ ચાર રસ્તા સુધીના ફોરલેન કોક્રીટ રસ્તાનું કામ છેલ્લા એક વર્ષ જેટલા સમયથી ચાલી રહ્યું છે.સતત ભારે અને ઓવરલોડ ખનીજ વહન કરતા વાહનોની અવરજવરના કારણે ચાલુ વાહન વ્યવહારે રોડનું કામ કરવામાં તકલીફ પડતી હોય, વારંવાર ભારે વાહનો ખોટકાતા ટ્રાફિકજામની સમસ્યા રહેતી હતી.આજરોજ તા.૬.૭.૨૫ ના રોજ થી તા.૩૦.૯.૨૫ સુધી નાનાસાજાં ફાટક થી વાયા ગોવાલી મુલદ ચાર રસ્તા સુધીના નવા બની રહેલા રોડ પર ભારે વાહનો પસાર થવા માટે જિલ્લા અધિક કલેકટર દ્વારા પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે,જાહેરનામા જણાવ્યું છે કે ગોવાલી ગુમાનદેવ ૫.૨૦ કિલોમીટર રોડની જમણી અને ડાબી બંને બાજુ કોન્ક્રીટ રોડ બનાવવાની કામગીરી પ્રગતિમાં હોય અને કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે હાલ આ રસ્તા પર ભારે વાહનો પસાર કરવા પર તા.૩૦.૯.૨૫ સુધી પ્રતિબંધ આપેલ છે અને આ માર્ગ પર આવતા ભારે વાહનોને ડાયવર્ટ કરવામાં આવેલ છે, રાજપીપળા ઝઘડિયા તરફથી ભરૂચ જતા ભારે વાહનોને નાનાસાંજા થી અંકલેશ્વર ભરૂચ તરફ જઈ શકશે, ભરૂચ સુરત તરફથી ઝઘડિયા તરફ જતા વાહનો અંકલેશ્વર રાજપીપળા ચોકડી થઈ ઝઘડિયા જીઆઈડીસીથી ઝઘડિયા થઈ રાજપીપળા જઈ શકશે,આપત્કાલીન વાહનો માટે નાનાસાંજા થી મુલદ સુધી જઈ શકાશે,તેમ તેમણે જણાવ્યું હતું, ભારે વાહનો પસાર થવા પર પ્રતિબંધના કારણે ઝઘડિયા તાલુકા માંથી ખનન થતું ખનીજ ઝઘડિયા જીઆઈડીસી માંથી ઉત્પાદિત થયેલ મટીરીયલ ને ભરૂચ દહેજ સુધી પહોંચાડવા અને ઝઘડિયા જીઆઈડીસીમાં આંતરરાજયથી આવતા વાહનોને ઝઘડિયા જીઆઈડીસી સુધી પહોંચવા માટે મોટો ફેરાવો ફરી વાયા અંકલેશ્વર થઈ આવવું જવુ પડશે જેમાં સમય અને ઈંધણ બંને વધુ વેડફાશે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

Pelli Poola Jada Accessories
best news portal development company in india
Most Read Posts
error: Content is protected !!