(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. રાજકીય નેતાઓ અને પાર્ટીઓ હાલમાંચૂંટણી કામમાં જોતરાઈ ગયા છે.સભાઓ રેલીઓ થવા લાગી છે.સરકારી તંત્ર પણ ચૂંટણી સારીરીતે થાય અને નિષ્પક્ષ રીતે થાય તે માટેના કામગીરીમાં લાગી ગઈ છે.ત્યારે આ બધાની વચ્ચે નર્મદા જિલ્લાના એવા પણ બુથો છે કે જ્યાં કોઈ પણ જાતની મોબાઈલ કનેક્ટિવિટી નથી.4G અને 5G ના જમાનાના નર્મદાના 24 ગામોમાં કોઈ નેટવર્ક નથી.જેના કારણે વન વિભાગની સહાય લેવામાં આવશે અને વોકી ટોકી મૂકવામાં આવશે.
નર્મદા જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે અને 47 ટકા વન વિસ્તાર ધરાવતો જિલ્લો છે.આ અંતરિયાળ ગામોમાં હજુ પણ નેટવર્ક નો અભાવ જોવા મળે છે.આગાઉ 100 થી વધુ મતદાન કેન્દ્ર જે શેડો એરિયામાં આવતા હતા.પરંતુ પ્રવાસનને વેગ મળતા પ્રવાસીઓ વધુ આવતા હોવાથી ધીરે ધીરે નવા મોબાઈલ ટાવરો નખાયા.હવે નર્મદા જિલ્લામાં મતદાન કેન્દ્રો કે જે શેડો એરિયામાં આવે છે.એવા હવે માત્ર 24 જેટલા મતદાન કેન્દ્રો વધ્યા છે જ્યાં ખાસ સુવિધાઓ કરવામાં આવશે.
જિલ્લા ચૂંટણી અધિકારી એમ એમ ડોગલેના જણાવ્યા અનુસાર નર્મદા જિલ્લામાં હાલ 24 જેટલા શેડોએરિયાના ગામો છે જ્યા કનેક્ટિવિટી ઓછી છે. પરંતુ ચૂંટણીમાં ચાલે નહિ. કોઈ પણ માહિતી પહોંચાડવા માટે જે તે સ્થળ પર સીધી વાત થાય એવા કર્મચારીઑ મુકવામાં આવે તો સરળતાથી અંક્ડાકીય માહિતી અને કઈ પણ માહિતીની જરૂર પડેતે માટે સંપર્ક સાધી શકાય માટે આવા શેડોએરિયાના મતદાન મથકો પર ખાસ ફોરેસ્ટના અને પોલીસ જવાનો બન્ને વોકી ટોકી સાથે સજ્જ હશે.જે શેડો એરિયાયના મતદાન મથકો પર ફરજ બજાવશે અને માહિતીની આપલે કરશે.જોકે હજુ પણ એવા 24 ગામો છે જ્યાં મોબાઇલ કનેક્ટિવિટી નથી આ ગામો ના લોકો પણ વહેલી તકે મોબાઈલ ટાવર ની માગ કરી રહ્યા છે.
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાનું ખુટાઆંબા આવું જ એક ગામ જે ગામની અંદર લોકો પાસે મોબાઈલ છે મોટર સાયકલ રોડ રસ્તાની તમામ સુવિધાઓ છે
પરંતુ તેમના ગામમાં મોબાઈલ નેટવર્ક નથી આવતું. તેના કારણે મળતું.તેઓને ભારે તકલીફ પડે છે.ગામના યુવાનોનું કહેવું છે કે તેઓને મોબાઈલ નેટવર્ક નથી.આવતું જેના કારણે ગામથી એક દોઢ કિલોમીટર દૂર જઈને ટેકરી છે એ ટેકરી પર ચડે છે અને ટેકરી પર જઈને મોબાઈલ પર વાત કરે છે ગામ લોકોની ફરિયાદ અને રજૂઆત છે કે આજના આધુનિક યુગમાં આરોગ્ય લક્ષી સેવા લેવી હોય કેપછી બાળકોને ઓનલાઈન શિક્ષણ લેવું હોય કે પછી ઓનલાઈન પરીક્ષા હોય કે અન્ય સારી સરકારી યોજનાનો લાભ લેવો હોય એ તમામમાં ઓનલાઇન અને ડિજિટલ એ માધ્યમનો ઉપયોગ થાય છે.પરંતુ તેમના ગામમાં
મોબાઈલ નેટવર્ક ન આવવાના કારણે તેમની ભારે કફોડી સ્થિતિ છે.ગામ લોકોની માંગ છે કે તેમના ગામમાં મોબાઈલ નેટવર્ક આવે તેવી વ્યવસ્થા કરવામાં આવે.
હાલમા સેવાઓ પણ ઓનલાઈન થઈ ગઈ છે ત્યારે નર્મદા જીલ્લાના આ 24 મતદાન કેન્દ્રો પર મોબાઈલ પર વાત કરવી હોય તો પણ ગામથી એકથી દોઢ કિલોમીટર દૂર ટેકરી પર જવું પડે તો થોડી ઘણી મોબાઈલ પર વાતચીત કરવી શક્ય બનીનથી ત્યારે નેટવર્ક વિહોણા ગામને નેટવર્કનો ઈન્તજાર છે.
નર્મદાના જંગલ અને પહાડી વિસ્તારના શેડો એરિયામાં આવતા 24 ગામોમાં મોબાઈલ ટાવરો ન હોવાને કારણે આજે પણ નેટવર્ક નથી!
- લોકસભા ચૂંટણીની કામગીરી માટે નેટવર્ક વિહોણા 24 ગામોના શેડો એરિયામાં વન વિભાગ અને પોલીસ વોકીટોકી સાથે તૈનાત રહેશે - ખુટાઆંબા ગામના યુવાનોને મોબાઈલ પર વાત કરવા ટેકરી પર જવુ પડે : આ ગામોના લોકો પણ વહેલી તકે મોબાઈલ ટાવરની માગ કરી રહ્યા છે